News of Saturday, 31st May 2025
ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવી પડશેઃ થંડરસ્ટ્રોમ એકટીવીટી
વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૩૧ મેં થી તા.૭ જૂન સુધીની આગાહીઃ આવતા અઠવાડીયાથી સિમિત વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એકટીવીટી જોવા મળશે

રાજકોટઃ વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહેલા ખેડૂતો માટે થોડા નિરાશાજનક સમાચાર છે. સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં ચોમાસાના આગમન માટે હજુ રાહ જોવી પડશે. આવતા અઠવાડીયે સિમિત વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એકટીવીટી જોવા મળશે. તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલએ જણાવ્યું છે.
તેઓએ જણાવેલ કે ચોમાસાની ઉત્તર સીમા (NLM) નીચેના સ્થળો પાસેથી પસાર થતી રહી છેઃ
૧૭.0°N / ૫૫.0°E, ૧૭.૫°N / ૬૦.૦°E, ૧૮.૦°N / ૬૫.૦°E, ૧૮.૫°N / ૭૦.૦°E, મુંબઈ, અહિલ્યાનગર, અદિલાબાદ, ભવાનીપાટણા, પૂરી, સેન્ડહેડ ટાપુ, ૨૩.૫°N / ૮૯.૫°E, બાલુરઘાટ, અને ૩૦.૦°N / ૮૫.૦°E.
ઉત્તર-પૂર્વ ભારત ઉપર લો પ્રેસરઃ પાછલા બે દિવસમાં, બંગાળની ખાડીના ઉત્તરપヘમિ ભાગમાં રહેલું ડીપ ડિપ્રેશન પヘમિ બંગાળ અને બાંગ્લાદેશ ઉપરથી પસાર થયું હતું. તે નબળું પડીને WMLP મેઘાલય અને નજીકના વિસ્તારોમાં પસાર થઇ ને ૩૧ મે ૨૦૨૫ના સવારે ૦૫.૩૦ IST સુધીમાં, તે હવે ઉત્તરપૂર્વ આસામ અને આસપાસના વિસ્તારોમાં એક લો પ્રેસર વિસ્તાર તરીકે આવેલું છે.
સંલગ્ન વાતાવરણમાં UAC લગભગ ૩.૧ કિમી ઊંચાઈએ સમુદ્ર સપાટીથી ઉપર સુધી વિસ્તરેલું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થી સંકળાયેલું UAC ઉત્તર પાકિસ્તાન અને નજીકના વિસ્તારોમાં, આશરે ૩.૧ કિમી ઊંચાઈએ જોવા મળે છે.
મધ્ય અને ઉપરના વાયુમંડળીય સ્તરોમાં એક ટ્રફ પણ સ્થિતિમાં છે, જેનો એક્ષિસ ૫.૮ કિમી ઊંચાઈએ છે અને તે લગભગ ૭૪.૦°E Long. સાથે, ૨૫.૦જીફ Lat. ઉત્તરે ચાલે છે.
અન્ય UAC: મધ્ય પાકિસ્તાન ઉપર લગભગ ૧.૫ કિમી ઊંચાઈએ UAC યથાવત્ છે.
પヘમિ રાજસ્થાન ઉપર ૧.૫ કિમીથી ૩.૧ કિમી ઊંચાઈ વચ્ચેનું UAC પણ યથાવત્ છે.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલ તા.૩૧મેં થી ૭ જૂન સુધીની આગાહી કરતાં જણાવે છે કે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પવન મુખ્યત્વે દક્ષિણપヘમિ અને પヘમિ તરફથી ફૂંકાઈ રહ્યો છે. હાલની પવન ઝડપઃ૨૫-૩૫ કિમી/કલાક, ગસ્ત ૪૦-૪૫ કિમી/કલાક સુધી. ૨ જૂન પછીથીઃ પવનની ઝડપ ઘટીને ૧૦-૨૦ કિમી/કલાક અને ગસ્ત ૨૫-૩૫ કિમી/કલાક રહેવાની શકયતા છે.
આકાશ સામાન્ય રીતે અંશત વાદળ છાયું કયારેક વાદળોનો ઘનત્વ વધશે.
તાપમાનઃ અધિકતમ તાપમાન વિવિધ વિસ્તારોમાં નોર્મલ થી ઉપર નીચે થવાની શકયતા છે, જે સ્થળ પર વાદળછાયા અને વરસાદ પર આધારિત રહેશે.
પ્રી-મોનસૂન પ્રવળત્તિઃ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે દક્ષિણપヘમિ ચોમાસું પહોંચવા માટે હજી રાહ જોવી પડશે. ૭ જૂન સુધી સીમિત વિસ્તારો માં થન્ડર એક્ટિવિટી/વરસાદની શકયતા છે, જેમાં હાલ કરતા ૨ જૂન પછીથી વરસાદની સંભાવના વધારે રહેશે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
