તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 31st May 2025
અમદાવાદ એસઓજીની ટીમને એસઓજીનાં બે નકલી પોલીસકર્મીઓ ભેટો થયો :ભાંડો ફૂટતા બંનેની ધરપકડ
અમદાવાદ શહેરની અસલી એસઓજીએ નયન દિનેશભાઈ પરમાર અને ગૌરાંગ જીવણભાઈ ભીલ નામનાં આરોપીઓની નારોલમાંથી ધરપકડ કરી

અમદાવાદ શહેર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને એસઓજીનાં બે નકલી પોલીસકર્મીઓ સાથે સામનો થઈ ગયો, તે બન્ને પોલીસકર્મીઓની તપાસ કરતા અસલ જેવું જ આઈકાર્ડ હતું, જોકે બાદમાં બન્નેનો ભાંડો ફુટી જતા ગુનો દાખલ કરી ધરપકડ કરી લેવામાં આવી છે.
અમદાવાદ શહેરની અસલી એસઓજીએ નયન દિનેશભાઈ પરમાર અને ગૌરાંગ જીવણભાઈ ભીલ નામનાં આરોપીઓની નારોલમાંથી ધરપકડ કરી છે. એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે બે શખ્સો પોલીસનાં બનાવટી આઈકાર્ડ સાથે નારોલમાં બાઈક પર ફરી રહ્યા છે, જેથી બન્નેને પકડી તપાસ કરતા તેઓની પાસેથી એસઓજીમાં હેડ કોન્સ્ટેબલનાં હોદ્દા પર હોય તેવા આઈકાર્ડ પણ મળી આવ્યા છે. તેઓની પુછપરછ કરતા તેઓ પોલીસની નોકરી ન કરતા હોવાની કબૂલાત કરી છે, જેથી ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.
બન્ને આરોપીઓની પુછપરછ કરતા સામે આવ્યું કે નયન પરમાર અગાઉ કુરિયર કંપનીમાં નોકરી કરતો હતો, તેની નોકરી છુટી જતા તેણે પૈસા કમાવવા માટે પોતાનાં મિત્ર ગૌરાંગ ભીલ સાથે મળી નકલી આઈકાર્ડ બનાવડાવ્યા હતા. ગૌરાંગ ભીલ ફોટોગ્રાફીનું કામ કરે છે અને તેના મામા નરેશ પરાડિયા પાસે 5 મહિના પહેલા બનાવડાવ્યું હતું. જે આઈકાર્ડની મદદથી તે અલગ અલગ જગ્યાઓ પર જઈને એસઓજીના પોલીસકર્મી તરીકેની ઓળખ આપી આર્થિક લાભ મેળવતા હતા. જોકે નારોલ વિસ્તારમાં તે આ પ્રકારનું કોઈ કૃત્ય કરે તે પહેલા જ તેઓને અસલી પોલીસે પકડી પાડ્યા હતા.
પકડાયેલા બન્ને આરોપીઓ પાસે 5 મહિનાથી પોલીસનું આઈકાર્ડ હોવાથી તેનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ કર્યો છે અને કેટલા રૂપિયા મેળવ્યા છે તે તપાસ માટેની કામગીરી એસઓજીએ હાથ ધરી છે, આ આરોપીઓ મહિલા બુટલેગરોને ડરાવી ધમકાવી નાની નાની રકમ રોજ પડાવી લેતા હોવાની પણ માહિતી પોલીસને મળી છે,
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
