તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 31st May 2025
વડોદરા :બે દિવસથી લાપતા બેન્કના લોન એડવાઈઝરનું મોત: મહીસાગર નદીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર
મૃતદેહ સાવલીનાં લાંછનપુરાગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી મળી આવતા મૃતકના પિતાએ પોતાના પુત્રની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કરતા ચકચાર

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી પાસેનાં રહેતા 40 વર્ષીય યુવક બે દિવસ પૂર્વે ઘરે બેંકમાં કામ અર્થે જવું છું તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ લાપતા થઇ ગયા હતા. ત્યારે આજે છેલ્લા બે દિવસથી લાપતા યુવકનો મૃતદેહ સાવલીનાં લાંછનપુરાગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી મળી આવતા મૃતકના પિતાએ પોતાના પુત્રની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના કારેલીબાગ પાણીની ટાંકી પાસે રહેતા અને SBI બેન્કમાં લોન એડવાઈઝર તરીકે કામ કરતા 40 વર્ષીય પ્રવિણસિંહ વાઘેલા ગત તારીખ 29 મેના રોજ ઘરેથી બેંકમાં કામ અર્થે જવું છું તેમ જાણાવી ઘરે થી નીકળ્યા હતા. પરંતુ પ્રવીણ સિંહ ઘરે પરત નાં ફરતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને પ્રવીણ સિંહ ની શોધખોળ કરવા છતાં તેમનો કોઈ પતો લાગ્યો ના હતો.
આ દરમિયાન છેલ્લા બે દિવસથી ગુમ થયેલ પ્રવિણસિંહનો મૃતદેહ આજે સાવલીનાં લાંછનપુરાગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં તરતો દેખાતા ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતકના પિતાએ પુત્રના મૃતદેહ પર ગંભીર ઈજાઓના નિશાન જોતા પુત્ર પ્રવીણની હત્યા થઈ હોવાના આક્ષેપ કર્યા હતા અને મૃતકના પરિવારજનોને ધીરેન્દ્ર સિંહ નામનાં યુવક ઉપર શંકા વ્યક્ત કરી હતી.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
