<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

અમદાવાદમાં બીઆરટીએસ બસમાં બેટરી ફાટતાં આગ લાગી: બસ આસ્ટોડિયા દરવાજાની પાળી સાથે અથડાઈ

બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા :મુસાફરો અને આસપાસના લોકોમાં ભારે ભય ફેલાતા નાસભાગ: તમામ મુસાફરો સુરક્ષિત

અમદાવાદઃ શહેરમાં બીઆરટીએસ બસમાં બેટરી ફાટતાં આગ લાગી હતી. જે બાદ બસ આસ્ટોડિયા દરવાજાની પાળી સાથે અથડાઈ હતી.

વીડિયોમાં બીઆરટીએસ બસમાં આગ લાગ્યા બાદ તે આસ્ટોડિયા દરવાજાની બાજુમાં ડિવાઈડર પર ચઢી જતી જોવા મળે છે. બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને મુસાફરો અને આસપાસના લોકોમાં ભારે ભય ફેલાતા નાસભાગ મચી ગઈ હતી. જોકે, સ્થાનિક લોકોની સમયસૂચકતા અને મદદને કારણે બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. આગના કારણે આસ્ટોડિયા ચાર રસ્તા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

(7:17 PM IST)