હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરતમાં સતત વિસ્તરતો કોરોનાઃવધુ 5 નવા પોઝિટિવ કેસ: બે દિવસમાં કુલ 9 કોરોનાના કેસ નોંધાયા
શ્વાસ લેવામાં તકલીફ થતાં બમરોલીના 71 વર્ષીય વૃદ્ધ ઑક્સિજન પરરખાયા : તમામ દર્દીઓના સેમ્પલ જીનોમ સિકવન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા

સુરત :દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગઈકાલે 4 કેસ બાદ આજે વધુ 5 દર્દીઓનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ બે દિવસમાં કુલ 9 કોરોનાના કેસ નોંધાયા છે. હાલ તો સરકારની ગાઈડલાઈન અનુસાર તમામ દર્દીઓના સેમ્પલ જીનોમ સિકવન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.
સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, શહેરના બમરોલી રોડ પર પહેરા 71 વર્ષીય વૃદ્ધ પુરુષનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમને શ્વાસ લેવામાં તકલીફ જણાતા ખાનગી હોસ્પિટલમાં ઑક્સિજન સપોર્ટ સાથે સારવાર લઈ રહ્યાં છે.
આ સિવાય મોટા વરાછા વિસ્તારમાં રહેતી 38 વર્ષીય મહિલા પણ કોરોનાથી સંક્રમિત થઈ છે. જે હાલ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર છે. તેમજ નવાપુરા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય પુરુષ દર્દીનો પણ કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે હાલ હોમઆઈસોલેશનમાં સારવાર હેઠળ છે. આ દર્દીની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. જો કે તેમના નજીકના સંપર્કમાં હોય, તેવા પરિવારના 3 સભ્યોને હાલ કોઈ તકલીફ નથી.
આવી જ રીતે અડાજણ વિસ્તામાં રહેતી 48 વર્ષની મહિલા અને આનંદમહલ રોડ ખાતે રહેતા 54 વર્ષના પુરુષમાં પણ સામાન્ય લક્ષણો જણાતા તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ બન્ને દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. તેમજ તેમના પરિવારના અન્ય કોઈ સભ્યોને હાલમાં કોઈ તકલીફ ના હોવાનું જાણવા મળ્યું છે.
જણાવી દઈએ કે, ગઈકાલે પણ સુરતમાં કોરોનાના 4 પોઝિટિવ કેસ નોંધાયાહતા. જે પૈકી બે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી હતી. જેમાં જહાંગીરપુરા વિસ્તારની સંક્રમિત મહિલા ગત 23 મેના રોજ સિમલાથી પરત ફર્યા હતા. જ્યારે પાંડેસરાના પુરુષ સંક્રમિત વિસનગરથી સુરત આવ્યા હતા. આ બન્ને દર્દીઓ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું માલૂમ પડ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
