<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

રાજપીપળા કમલમ ખાતે અહિલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા :પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીના નિમિત્તે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા વિશાળ યુવક/યુવતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શ્રી કમલમ્ નર્મદા, રેલવે સ્ટેશનની સામે, રાજપીપલા ખાતે ખૂબ જ ઉલ્લાસપૂર્ણ માહોલમાં યોજાયો હતો .
કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સુરતના પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા ઉપસ્થિત રહ્યા હતા. ખાસ ઉપસ્થિતી તરીકે મનસુખભાઇ વસાવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે યુવાઓને અહિલ્યાબાઈ હોલકરની જીવનશૈલી, દેશસેવા અને સમર્પણ ભાવના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લાના મોટી સંખ્યામાં યુવક/યુવતીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

(11:45 PM IST)