News of Saturday, 31st May 2025
નર્મદા જિલ્લાની 112 ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર થતા વહીવટી તંત્ર સજ્જ
60 સરપંચો અને 532 વોર્ડ સભ્યોની બેઠકો માટે ચૂંટણી યોજાશે

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લામાં 238 ગ્રામપંચાયતો માંથી 112 ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર થતા જિલ્લામાં રાજકીય માહોલ જામ્યો છે. 112 ગ્રામપંચાયટોની ચૂંટણી માં 60 સરપંચો અને 532 જેટલા વોર્ડ સભ્યો ની પેટા ચૂંટણી યોજાશે. મતદાન મથકો અને સ્ટાફ ને લઈને વહીવટી તંત્રમાં દોડધામ શરૂ થઇ ગઈ છે અને બેઠકોના દોર પણ શરૂ થયા છે.
નર્મદા જિલ્લામાં હાલ 238 જેટલી જિલ્લામાં ગ્રામપંચાયતો છે. જેમાં હાલ 112 જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાવાની છે. જેમાં મુદત પૂર્ણ થઇ એવી કુલ 54 જેટલી ગ્રામપંચાયત છે. જયારે પેટા ચૂંટણી ઓ પણ 54 જેટલી છે. જેમાં સરપંચ ની બેઠકોની સંખ્યા 60 છે. અને વોર્ડના સભ્યો ની સંખ્યા 532 જેટલી છે. આ બેઠકો માટે મુખ્ય મતદાતા એવા 69,091 પુરુષ મતદારો અને 68,056 મહિલા મતદારો મળી કુલ 1,37,147 જેટલા મતદારો છે જેમાં સૌથી ઉંચુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા જાગૃતિ પણ કરવામાં આવશે.
આ 112 ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજવા માટે જિલ્લો બે પ્રાંત માં વહેંચાયેલ છે, નાંદોદ પ્રાંત અને ડેડીયાપાડા પ્રાંત દ્વારા ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે. જિલ્લા ના મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટર નર્મદા ના આદેશ અનુસાર અને ચૂંટણી અધિકારી ના માર્ગદર્શન હેઠળ ચૂંટણીઓ યોજાશે. જિલ્લામાં આ ચૂંટણી માટે 226 મતદાન મથકો ઉભા કરવામાં આવશે, 288 મતપેટી તૈયાર કરવામાં આવશે, જેના માટે 18 ચૂંટણી અધિકારી, 18 મદદનીશ ચૂંટણી અધિકારી 1252 પૉલીગ સ્ટાફ, 709 પોલીસ સ્ટાફ તૈનાત રહેશે.
તાલુકા પ્રમાણે જોઈએ તો નાંદોદ માં મુદત પુરી થઇ હોય એવી 9, અને પેટા ચૂંટણી માં સરપંચ ની 4 અને પેટા વોર્ડ ની 21, વોર્ડ ગ્રામપંચાયત ની 16 મળી કુલ 27 ગ્રામપંચાતો માં ચૂંટણી યોજાશે, ગરુડેશ્વર તાલુકાની વાત કરીએ તો મુદત પૂર્ણ થઇ હોય એવી 02, જેમાં પેટા ચૂંટણી માં સરપંચ 01, પેટ વોર્ડ ની 11, વોર્ડ ગ્રા.પ. 09 આમ કુલ મળી 12 ગ્રામપંચાયતો માં ચૂંટણી છે. તિલકવાડા તાલુકાની વાત કરી તો મુદત પૂર્ણ થઇ હોય એવી 14, જેમાં પેટા ચૂંટણી માં સરપંચ 01, પેટા વોર્ડ ની 07, વોર્ડ ગ્રા.પ. 07 આમ કુલ મળી 22 ગ્રામપંચાયતો માં ચૂંટણી છે, ડેડીયાપાડા તાલુકામાં મુદત પૂર્ણ થઇ હોય એવી 04, જેમાં વિભાજન 24 અને કુલ 28, પેટા ચૂંટણી માં સરપંચ 00, પેટા વોર્ડ ની 14, વોર્ડ ગ્રા.પ. 12 આમ કુલ મળી 40 ગ્રામપંચાયતો માં ચૂંટણી છે જ્યારે સાગબારા તાલુકા માં મુદત પૂર્ણ થઇ હોય એવી 01 જેમાં પેટા ચૂંટણી માં સરપંચ 00, પેટા વોર્ડ ની 10, વોર્ડ ગ્રા.પ. 10 આમ કુલ 11 ગ્રામપંચાયતો માં ચૂંટણી છે આમ કુલ 112 ગ્રામપંચાયતો ની ચૂંટણી માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
