તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 31st May 2025
ગરૂડેશ્વર તાલુકાના ગલુપુરા ગામમાં સગી બહેન પર ડાકણ નો શક કરી ભાઈ નો કુહાડી વડે જીવલેણ હુમલો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગલુપુરા ગામમાં ડાકણના વ્હેમે સગી બહેન પર ભાઈએ જીવલેણ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે
પ્રાપ્ત વિગતો અનુસાર અતિષભાઈ બાબુભાઈ તડવી (રહે.ગલુપુરા પટેલ ફળિયુ.તા.ગરૂડેશ્વર, જી.નર્મદા) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેમના પત્ની ચંદ્રિકાબેન જે ઘરમાં એકલા સૂતા હોય ત્યારે ચંદ્રિકાબેન નો નાનો ભાઈ એ બહેન પર ડાકણ હોવાનો શક રાખી મારી નાંખવાના ઈરાદા સાથે ઘરમા આવી કુહાડી વડે મારી ગંભીર ઇજા પહોંચાડી ત્યારે અતિશભાઇ પત્નિ ચંદ્રીકાને કેમ મારે છે? તેવું કહેતા બનેવી ને પણ ગાળો આપતા ગરુડેશ્વર પોલીસે ગુનો દાખલ કર્યો
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
