તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Sunday, 1st June 2025
દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુભાઈ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની ફરી ધરપકડ: વધુ એક ફરિયાદ
ભાણપુર ગામે મનરેગા યોજનામાં 33 લાખના કૌભાંડને લઇ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ પોલીસ ફરિયાદ નોંધાવી

દાહોદમાં મનરેગા કૌભાંડમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ભાણપુર ગામે મનરેગા યોજનામાં 33 લાખના કૌભાંડને લઇ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુભાઈ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની ફરી ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, દાહોદમાં મનરેગા કૌભાંડમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. ભાણપુર ગામે મનરેગા યોજનામાં 33 લાખના કૌભાંડ મામલે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દાહોદ મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુભાઈ ખાબડના મોટા દીકરા બળવંત ખાબડની ફરીવાર ધરપકડ કરવામાં આવી છે. મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની રાજ ટ્રેડર્સ એજન્સી પર ગેરરીતિના આરોપ લાગ્યા છે. ધાનપુર અને દેવગઢ બારીયામાં 71 કરોડના કામો માત્ર કાગળ પર બતાવીને મોટું કૌભાંડ આચર્યુ હતું.
અગાઉના કેસમા બળવંત અને કિરણ ખાબડને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન આપ્યા હતા. જોકે હવે નવી ફરિયાદ નોંધાયા બાદ બળવંત ખાબડને ફરીવાર પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બચુ ખાબડના નાના પુત્ર કિરણ ખાબડની પણ લવારીયા ગામના કેસમાં ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ 35 એજન્સીઓ સામે તપાસ કરી રહી છે. આ સાથે રાજ કન્સ્ટ્રક્શન પર પણ ભ્રષ્ટાચારનો આરોપ છે. મંત્રી બચુભાઈ ખાબડ સરકારી કાર્યક્રમોમાંથી ગેરહાજર જોવા મળી રહી છે.
સમગ્ર મામલે હવે તો રાજ્યના મુખ્યમંત્રીના કાર્યાલય સુધી આ ફરિયાદ પહોંચી છે. મનરેગા કૌભાંડ મામલે નાગરિકોમાં ભ્રષ્ટાચાર અંગે ભારે રોષ વ્યાપ્યો છે. મનરેગા કૌભાંડ મામલે પોલીસ તપાસ પર સૌ કોઇની નજર છે. DySP જગદીશ ભંડારીની આગેવાનીમાં સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે.મંત્રી બચુ ખાબડના બન્ને પુત્રો ફરી જેલ ભેગા થતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે મનરેગા કૌભાંડમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતાઓ લાગી રહી છે.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
