<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

તારાપુર ગ્રામ પંચયાત બની નગરપાલિકાઃ સરકારે કરી જાહેર

ભૌગોલિક સ્થિતિના આધારે થશે નવું સીમાંકન રચાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે આણંદ જિલ્લાની એક ગ્રામ પંચાયતને નગરપાલિકા જાહેર કરી છે. મળતા અહેવાલ પ્રમાણે  આણંદ જિલ્લાની તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે   સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા તારાપુરના વિકાસ માટે તારાપુર નગરપાલિકાના દરજ્જો આપવા માટે રાજ્ય સરકારને રજૂઆતો કરવામાં આવી હતી.

તારાપુર ગ્રામ પંચાયતમાંથી પ્રમોશન આપી " ક " વર્ગની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે. છેલ્લા દોઢેક વર્ષથી તારાપુર ગ્રામપંચાયતમાં વહીવટદારનું શાસન હતું. તો બીજી તરફ આણંદ જિલ્લાની ૯મી અને રાજ્યની ૧૫૦મી નગરપાલિકા બની છે. 

ભૌગોલિક સ્થિતિના આધારે સરકાર નવા સીમાંકનની કાર્યવાહી કરાશે, તારાપુર મામલતદારની વહીવટદાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકા જાહેર કરાતા ગામ સહીત તાલુકાવાસીઓમાં આનંદની લાગણી છવાઈ હતી.

(12:04 PM IST)