News of Sunday, 1st June 2025
ગુજરાતના રેશનીંગ દુકાનદારોની બેઠકઃ રેશનકાર્ડ ધારકોને ઘરે બેઠા KYC કરવા અપીલ
ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮પ ટકાથી વધુ રેશનકાર્ડ ધારકોએ e-KYC પૂર્ણ કર્યુ છે

અમદાવાદઃ અનાજના જથ્થાના ઉપાડ, વળતર અને e-KYC મુદ્દે ગુજરાતના સસ્તા અનાજના દૂકાનદારો- સંચાલકોએ રવિવારથી શટડાઉન કરીને હડતાલ પર ઉતરવાનુ જાહેર કર્યું છે. બીજી તરફ રેશનિંગની દૂકાનો બંધ ન રહે તેના માટે રાજ્યના અન્ન- નાગરીક પુરવઠા વિભાગે અત્યાર સુધીમાં 85 ટકાથી વધારે NFSA રેશનકાર્ડ ધારકોએ e-KYC પૂર્ણ કર્યુ હોવાના દાવા સાથે બાકી રહેલા રેશનકાર્ડ હોલ્ડરોને ઘરે બેઠા આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવા અપીલ કરી છે.
સરકારનો દાવો છે કે, જરૂરીયાતમંદ નાગરિકોને અનાજનો જથ્થો સમયસર મળી રહે તે માટે e-KYC અનિવાર્ય છે. જેનાથી સાચા લાભાર્થીની ઓળખ પ્રસ્થાપિત થઈ શકે. આ દિશામાં જ ભારત સરકારે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ- NFSA હેઠળ e- KYC કરવા રાજ્યોને સુચના આપી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 85 ટકાથી વધુ રેશનકાર્ડ ધારકોએ e-KYC પૂર્ણ કર્યું છે.
બાકી રહેતા નાગરિકો હવે ઘરે બેઠા My ration app- માય રેશન એપ ઉપરાંત નજીક આવેલી મામલતદાર કચેરી કે ઝોનલ કચેરી કે પછી ગ્રામ પંચાયતમાં જઈને સત્વરે e-KYC કરાવી શકે છે. રેશનિંગની દૂકાનોના સંચાલકોએ રવિવારથી હડતાલ યથાવત રાખી છે અને આ લડતને આગળ વધારવા રવિવારે અમદાવાદમાં બેઠક પણ બોલાવી છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
