News of Sunday, 1st June 2025
મોડીસાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ : આઇપીએલ મેચ અટકાવવી પડી :ટ્રાફિકજામની સ્થિતિ
એસજી હાઇવે, ગોતા, સાબરમતી, ચાંદખેડા, પ્રહલાદનગર, પકવાન ચાર રસ્તા, માનસી, શિવરંજની, ડ્રાઇવ ઇન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ

અમદાવાદ શહેરમાં મોડી સાંજથી ધીમ ધારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં મેઘરાજાનું આગમન થતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આઈપીએલ મેચમાં પણ વિલંબ થયો છે. શહેરના એસજી હાઇવે, ગોતા, સાબરમતી, ચાંદખેડા, પ્રહલાદનગર, પકવાન ચાર રસ્તા, માનસી, શિવરંજની, ડ્રાઇવ ઇન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યાં છે. કેટલીક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી હતી .
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
