<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

ઝરણાવાડી ગામે મોટાભાઈ એ નાના ભાઈ ને ખેતી કામ બાબતે ઠપકો આપતા આપઘાત કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ઝરણાવાડી ગામમાં નજીવી બાબતે ઝેરી દવા ગટગટાવનાર યુવાન નું સારવાર દરમિયાન મોત થયું છે
પ્રાપ્ત માહિતી અનુસાર મનિષભાઇ ટેટીયાભાઇ વસાવા રહે.ઝરણાવાડી કાંટા ફળીયું નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના નાના ભાઈ અનિલભાઇ ટેટીયાભાઇ વસાવા (ઉ.વ.૩૦)( રહે.ઝરણાવાડી કાંટા ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા ) નાઓને મનીષભાઈ એ ખેતી કામ બાબતે ઠપકો આપતા મનમા લાગી આવતા પોતાના ઘરે ઘાસ મારવાની ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર દેડીયાપાડા સરકારી દવાખાને કરાવી વધુ સારવાર માટે રાજપીપલા સરકારી હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમિયાન તેમનું મોત થતા દેડિયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(10:25 PM IST)