<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

રાજવી નગરી રાજપીપળા શહેર રખડતા જાનવરોનું શહેર બન્યું.

શહેરના અનેક વિસ્તારોમાં આખો દિવસ અડિંગો જમાવી બેસતા જાનવરોથી ગંદકીનું સામ્રાજ્ય: રસ્તા રોકો આંદોલન કરતા હોય તેમ સાંકડી ગલીઓમાં બેઠેલા ગાય ભેંસોના ટોળાના કારણે ત્યાંથી બાઇક પણ પસાર કરી શકાતુ નથી

( ભરત શાહ દ્વારા )નર્મદા: રાજપીપળા શહેર આમ તો રાજવી નગરી તરીકે જાણીતું છે પરંતુ હાલમાં લાંબા સમયથી આ શહેરના માર્ગો ઉપર રખડતા જાનવરો જ જણાય છે માટે હવે આ શહેર જાનવરોનું શહેર બન્યું હોય તેવી સ્થિતિ જોવા મળે છે .

    રાજપીપળા શહેરમાં ઘણા વર્ષો થી રખડતા જાનવરોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જોકે નગરપાલિકા દ્વારા અનેકવાર ઢોર પાર્ટી મુકી જાનવરો પકડવામાં આવ્યા છે છતાં ઢોર માલિકો આખો દિવસ પોતાના ઢોર છૂટા મૂકી દેતા અનેક વિસ્તાર માં આ ઢોર રખડે છે અને તેમના મળ મૂત્રના કારણે ગંદકી પણ ફેલાઈ છે.જ્યારે અમુક વિસ્તારો માં 15 થી 20 ની સંખ્યા માં ઢોર નું ટોળું બેસી રહેતા ત્યાંથી બાઇક પણ કાઢી શકાતી નથી અને આ ટોડામાંથી બે ચાર જાનવર વિફરે તો નાસભાગ પણ થતા ત્યાં રમતા બાળકો કે જતા આવતા વૃદ્ધ ના જીવ તાળવે ચોટી જાય છે. જોકે નગરપાલિકા દ્વારા આ ઢોર ને દૂર મૂકી દેવામાં પણ આવ્યા છે પરંતુ ફરી આવતાં સ્થિતિ.ત્યાંની.ત્યાંજ જણાઈ છે. જોકે આ સમસ્યા ફક્ત રાજપીપળામાં.નથી બલ્કે આખા ગુજરાત માં.માથાનો.દુખાવો બની છે ત્યારે આ માટે સરકારે કોઈ.મજબૂત એકશન પ્લાન તૈયાર કરી આ તકલીફ નું.નિરાકરણ લાવવું.જોઈએ.

(10:33 PM IST)