<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

નાંદોદ તાલુકાના અનેક ગામોમાં એગ્રીકલ્ચર લાઈનો બંધ : રસેલા ફીડર બાર દિવસથી બંધ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં

રસેલા ફીડરમાં એગ્રીકલ્ચર અને જ્યોતિગ્રામની લાઈનો બંધ થયા બાદ કોઈ મરામત નહી થતી હોવાની બૂમ: કર્મચારીઓ રિપેરિંગના બહાને આવ્યા બાદ આંટા મારી જતા રહેતા ખેડૂતોને મુશ્કેલી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકો માં એગ્રીકલ્ચર અને જ્યોતિગ્રામની વીજ લાઈનો બંધ થતા ખેડૂતો તકલીફમાં મુકાયા છે
મળતી માહિતી મુજબ નાંદોદ તાલુકામાં આવેલા અનેક ગામોમાં તાજેતર માં આવેલા વાવાઝોડા માં વીજ લાઈનો તૂટી હતી જેમાં કેટલાક ફીડર ચાલુ કરવામાં આવ્યા પરંતુ રસેલા ફીડર ની એગ્રીકલ્ચર અને જ્યોતિગ્રામ ની લાઈનો પૈકી ઘણી લાઇનો હજુ ચાલુ નહીં થતા ખેડૂતો માં રોષ ફેલાયો છે. જાણવા મળ્યા મુજબ રસેલા ફીડર માં આવતા 15 જેવા ગામમાં એગ્રીકલ્ચર અને જ્યોતિગ્રામ ની લાઇન બંધ હોવાથી ત્યાના ખેડૂતો વીજળી વિના પાણી નહીં મળતા તકલીફ માં મુકાયા છે અને આ માટે રજૂઆત કરતા કેટલાક લાઇનમેનો ત્યાં આવી આંટા.. મારી જતા રહેતા હોવાનું ખેડૂતો નું કહેવું છે.
કચેરી પર રજૂઆત કરવા ગયેલા ખેડૂતો ના જણાવ્યા મુજબ અમે ત્યાં ફરિયાદ કરવા ગયા તો અધિકારી એ કહ્યું કે મારી પાસે સ્ટાફ ઓછો જેથી વાર લાગે છે.
વીજ કંપની ના ફરિયાદ સેન્ટર પર મૂકેલો મોબાઇલ ફોન મોટાભાગે બંધ હોય છે જેમાં ઘણા ગ્રાહકો નું કહેવું છે કે ત્યાંનો કેટલોક સ્ટાફ જાણી જોઈને ફોન બંધ કરી આરામ ફરમાવે છે જેના જાણે ગ્રાહકો ફોન પર ફરિયાદ કરી શકતા અને રૂબરૂ આવવા મજબૂર બને છે

(10:36 PM IST)