તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
JEE એડવાન્સ 2025નું પરિણામ જાહેર : IIT પ્રવેશ માટેની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીઓનો દબદબો
ઓલ ઈન્ડિયા રેન્કમાં સુરતના 7 વિદ્યાર્થીઓએ ટોપ-1000 માં સ્થાન મેળવ્યું : આગમ શાહ સુરત સિટી ટોપર બન્યા

સુરત, 2 જૂન, 2025: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુર દ્વારા આજે, સોમવારે (2 જૂન, 2025) ના રોજ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) એડવાન્સ્ડ 2025નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. 26 મે, 2025 ના રોજ યોજાયેલી આ પ્રતિષ્ઠિત પરીક્ષાનું પરિણામ IIT કાનપુરની સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર ઉપલબ્ધ છે. પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો પોતાનો લોગઈન આઈડી અને પાસવર્ડ દાખલ કરીને પોતાનું પરિણામ જોઈ શકે છે. પરિણામની સાથે જ ફાઇનલ આન્સર કી પણ બહાર પાડવામાં આવી છે.
સુરતના વિદ્યાર્થીઓ ઝળક્યા:
આ વર્ષે JEE એડવાન્સના પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી શહેરનું ગૌરવ વધાર્યું છે. સુરતના કુલ 7 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કમાં ટોચના સ્થાનો મેળવી શહેર ટોપર્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
સુરતના ટોપર્સની યાદી:
* આગમ શાહ: ઓલ ઇન્ડિયા રેન્કમાં 17માં ક્રમ સાથે સુરત સિટી ટોપર બન્યા છે.
* કલ્પ શાહ: ઓલ ઇન્ડિયા રેન્કમાં 86માં ક્રમ સાથે બીજા સ્થાને રહ્યા છે.
* મોક્ષ ભટ્ટ: ઓલ ઇન્ડિયા રેન્કમાં 219માં ક્રમ સાથે ત્રીજા ક્રમે રહ્યા છે.
* કનિષ્કસિંહ: ઓલ ઇન્ડિયા રેન્કમાં 294માં ક્રમ સાથે ચોથા ક્રમે રહ્યા છે.
* હિતાંશ ગાંધી: ઓલ ઇન્ડિયા રેન્કમાં 360માં ક્રમ સાથે પાંચમાં ક્રમે રહ્યા છે.
* વિશ્વ પંડ્યા: ઓલ ઇન્ડિયા રેન્કમાં 375માં ક્રમ સાથે છઠ્ઠા ક્રમે રહ્યા છે.
* યશ કોઠારી: ઓલ ઇન્ડિયા રેન્કમાં 418માં ક્રમ સાથે સાતમાં ક્રમે રહ્યા છે.
આ વિદ્યાર્થીઓની સફળતાએ સુરત શહેરમાં ઉત્સાહનો માહોલ સર્જ્યો છે. આ પરિણામો દ્વારા હવે દેશની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) માં પ્રવેશ માટેનો માર્ગ મોકળો બન્યો છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
