News of Monday, 2nd June 2025
વિસાવદરમાં કોંગ્રેસ નીતિન રાણપરિયાને ઉતરશે ચૂંટણી મેદાનમાં : ભાજપમાંથી કિરીટ પટેલની પસંદગી : પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ : ભાજપ, કોંગ્રેસ અને AAPના દિગ્ગજો મેદાને
કડી બેઠક પર પણ બધા ઉમેદવારો જાહેર : 19 જૂને મતદાન, 23 જૂને પરિણામ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા. ર :.. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગઇકાલે મોડી રાત્રીના ભાજપમાંથી કિરીટભાઇ પટેલની પસંદગી કરાઇ છે.
જયારે આજે સવારે કોંગ્રેસમાંથી નિતીનભાઇ રાણપરીયાની પસંદગી થઇ હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
કિરીટભાઇ પટેલ
શ્રી કિરીટભાઈ પટેલે જણાવ્યુ છે કે, ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મુકીને ૮૭-વિસાવદર વિધાનસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી તે બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, કેન્દ્રીય ગળહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહજી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર પાટીલજી તેમજ પ્રદેશ નેતળત્વનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. લોકોના અઢળક પ્રેમ અને લાગણીથી ૮૭-વિસાવદર વિધાનસભામાં ભવ્ય બહુમતીથી વિજ્ય મેળવીને આપ સૌના વિશ્વાસ પર હું ખરો ઉતરીશ...સાથે જ.. વિસાવદરના વિકાસને નવી ઉંચાઈએ પહોંચાડવાનું વચન આપું છું.
દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ જણાવ્યુ છે કે, વિજય સંકલ્પ સંમેલન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ વિસાવદર વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. આ શુભ અવસરે વિજય વિશ્વાસ સંમેલન યોજાનાર છે ત્યારે આ અવસર માત્ર ફોર્મ ભરવાનો નહીં પણ વિશ્વાસનો ઉત્સવ છે. વિસાવદરના વિકાસના નવા અધ્યાયના સાક્ષી બનવા આપ સૌને આવકારવા આતુર છીએ. આવો સૌ વિજય યાત્રાના સાક્ષી બની વિસાવદરના વિકાસને નવી ઉડાન આપીએ! તારીખ- ૨ જૂન, ૨૦૨૫ સમય- સવારે ૯-૩૦ કલાકે સ્થળ - ભાજપ કાર્યાલય લક્ષ્મી કોમ્પ્લેક્સની બાજુમાં, વિસાવદર નક્કી કરાયુ છે.
પાટીદાર નેતા કિરીટ પટેલને ટિકિટ, આજે દિગ્ગજોની હાજરીમાં ફોર્મ ભરશે,
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે મજબૂત દાવો રમ્યો છે. પક્ષે પાટીદાર સમાજના અગ્રણી નેતા કિરીટ બાબુલાલ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. આજે કિરીટ પટેલ તેમના સમર્થકો, હોદ્દેદારો અને ઙ્કદેશના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં વિસાવદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી મેદાનમાં પ્રવેશ કરશે. ભાજપ દ્વારા વિશાળ જનમેદની સાથે શોભાયાત્રા યોજવા તેમજ સભાનું આયોજન કરાયું છે, જેમાં રાજ્યના મુખ્યમત્રી સહિત વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહેશે.
કિરીટ પટેલ ૧૯૬૮માં જન્મેલા એન્જિનિયરિંગ તાાતક છે. તેઓ ખેતી અને બાંધકામ ક્ષેત્રે સક્રિય છે. તેમણે યુવા ભાજપ જુનાગઢના પ્રમુખ તરીકે ૨૦૦૯થી ૨૦૧૫ સુધી સેવા આપી છે. ૨૦૧૫થી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કાર્યરત છે. તેમણે તાલાલા અને જુનાગઢની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે પણ સફળ કામગીરી કરી છે. હાલમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. છેલ્લા બે દાયકાથી સંગઠનમાં સક્રિય રહી વિવિધ જવાબદારીઓ નિભાવી છે.
કિરીટ પટેલ પાટીદાર સમાજમાં મજબૂત પકડ ધરાવે છે. વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમનો પ્રભાવ છે. તેઓ આજે ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભરશે. આ પ્રસંગે મોટી જનમેદની એકત્રિત થવાની શકયતા છે.
ભાજપનું વિજય સંકલ્પ સંમેલન
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે સશક્ત પાટીદાર ઉમેદવાર કિરીટ પટેલ ラ આવતીકાલે દિગ્ગજોની ઉપસ્થિતિમાં સભા યોજી ઉમેદવારી ફોર્મ ભરશે
૮૭ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી રાજકીય દૃષ્ટિએ ઉદ્વવતા નવા તબક્કામાં પ્રવેશી રહી છે, જ્યાં ભાજપે પોતાના ઉમેદવાર તરીકે કિરીટ બાબુલાલ પટેલના નામની જાહેરાત કરી છે. કુશળ સંગઠનશક્તિ ધરાવતા, જમીનસથળના કાર્યકર તરીકે ઓળખાતા અને પાટીદાર સમુદાયમાં મજબૂત પકડ ધરાવતા કિરીટ પટેલને ટિકિટ આપી છે. આજે દિગ્ગજોની ઉપસ્થિતિમાં સભા યોજી ઉમેદવારી ફોર્મ ભરશે.
કિરીટ પટેલની રાજકીય પળષ્ઠભૂમિ અને જવાબદારીઓ
૧. પ્રમુખ - યુવા ભાજપ, જુનાગઢ (વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૫)
૨. પ્રમુખ - જિલ્લા ભાજપ, જુનાગઢ (વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૫)
૩. ચેરમેન - ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ, તાલાલા વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૫)
૪. ચેરમેન - ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ, જુનાગઢ (વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩)
૫. ચેરમેન - ધી .જુનાગઢ જિલ્લા સહકારી બેંક લિ., જુનાગઢ (વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫)
રાજકીય અનુભવ
અને સંગઠનશક્તિ
કિરીટ પટેલે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળા દરમિયાન જુનાગઢ જિલ્લામાં વિવિધ આગવી જવાબદારીઓ નિભાવી છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે સંગઠનની વળદ્ધિમાં યોગદાન આપ્યું અને પછી જિલ્લા ભાજપના પ્રમુખ પદે રહીને અનેક સફળ કાર્યક્રમોનું નેતળત્વ કર્યું. તેમણે કળષિ ઉત્પાદન બજાર સમિતિઓમાં ચેરમેન તરીકે કાર્યકાળ દરમિયાન ખેડૂતોના હિત માટે અનેક સાહસિક નિર્ણયો લીધા હતા. તેમજ ધી જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પદે રહીને ખેડૂત નાણાંકીય સુખાકારી માટે કાર્ય કર્યું છે.
પાટીદાર સમુદાય અને ખેડૂત વર્ગમાં લોકપ્રિયતા ખેતી અને બાંધકામ ક્ષેત્રે પોતાનો વ્યવસાય ધરાવતા કિરીટ પટેલે નોન-પોલિટિકલ જીવનમાં પણ વિકાસલક્ષી અભિગમ અપનાવ્યો છે. પાટીદાર સમાજના આધારે વિશ્વસનીય નેતા તરીકે તેમની ઓળખ છે અને વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેઓ મજબૂત સમર્થન ધરાવે છે.
આજે ઉમેદવારી ફોર્મ ભરશે, ભારે જનમેદની સાથે રેલી યોજાવાની શકયતા
ભારતીય જનતા પાર્ટી પાર્ટી તરફથી નામ જાહેર થતાં જ વિસાવદર ભાજપ કાર્યાલયમાં ઉત્સાહની લહેર જોવા મળી છે. આજે કિરીટ પટેલ તેમના સમર્થકો, હોદ્દેદારો અને પ્રદેશના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં વિસાવદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી મેદાનમાં પ્રવેશ કરશે. ભાજપ દ્વારા વિશાળ જનમેદની સાથે શોભાયાત્રા યોજવા તેમજ સભાનું આયોજન કરાયું છે, જેમાં રાજ્યના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહેશે.
સ્થાનિક મુદ્દાઓને આવરી લેનાર ધારાસભ્યની જરૂર વિસાવદરના ખેડૂતો અને સામાન્ય મતદારો માટે કિરીટભાઈના ઉંમટતા અનુભવ, સહકારી ક્ષેત્ર અને કળષિ માર્કેટમાં તેમના નેતળત્વને કારણે, ભાજપનું ઉમેદવારી પસંદગીમા વિશ્વાસ મુકાયો છે કે તેઓ વિસ્તારના વિકાસ, ખેતી સુધારાઓ અને યુવાનોના ભવિષ્ય માટે ઉદ્યમપૂર્વક કાર્ય કરશે.
નિતીન રાણપરીયા
: વિસાવદરની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભેસાણના નિતિનભાઈ રાણપરિયાની પસંદગી થયાનુ સુત્રો જણાવી રહ્યા છે.
નામ : નિતિનભાઈ લક્ષ્મણભાઈ રાણપરીયા
પિતાનું નામ : લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ રાણપરીયા
માતાનું નામ : જયાબેન
પત્નિનું નામ : રેખાબેન
બાળકો : પુત્ર-૧, પુત્રી-૧
જન્મ સ્થળ : ભેસાણ
જન્મ તારીખ : ૨૦/૧૧/૧૯૭૯
પદ :- ૨૦૦૨ થી ૨૦૦૯ સુધી ભેસાણ શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ
૨૦૦૯ થી ૨૦૧૬ સુધી વિસાવદર વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ (ચુંટાયેલ)
૨૦૧૬ થી ૨૦૨૨ ભેસાણ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ
૨૦૨૨ થી હાલ સુધી ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ
૨૦૦૭ થી ૨૦૧૭ સુધી સદસ્યશ્રી ગ્રામ પંચાયત - ભેસાણ
૨૦૧૫ થી ૨૦૨૦ સુધી જીલ્લા પંચાયત સદસ્યશ્રી - જુનાગઢ
૨૦૧૫ થી ૨૦૧૭ સુધી ચેરમેનશ્રી આઈ.સી.ડી.એસ. શાખા જીલ્લા પંચાયત જુનાગઢ
૨૦૧૭ થી ૨૦૨૦ સુધી કારોબારી સદસ્યશ્રી જીલ્લા પંચાયત જુનાગઢ
સામાજીક સંસ્થા પદ-ચેરમેનશ્રી સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ - ભેસાણ
ટ્રસ્ટીશ્રી નિલકંઠ એજ્યુકેશન ટ્રસ્ટ - ભેસાણ
સભ્યશ્રી રોગી કલ્યાણ સમિતિ - ભેસાણ
આમ આદમી પાર્ટી (AAP): AAP એ આ બેઠક પર ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે, જેઓ એક જાણીતો ચહેરો છે અને આ સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવશે.
કડી બેઠક પર પણ ઉમેદવારો જાહેર:
વિસાવદર ઉપરાંત કડી વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ રવિવારે મોડી રાત્રે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી.
* કોંગ્રેસ: કડીથી કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે.
* ભાજપ: ભાજપે કડી બેઠક પર રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે.
ચૂંટણી કાર્યક્રમ:
વિસાવદર સહિતની પેટાચૂંટણીઓ માટે 19 જૂને મતદાન યોજાશે, જ્યારે 23 જૂને પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. આગામી દિવસોમાં આ બેઠકો પર જોરશોરથી પ્રચાર કાર્ય જોવા મળશે, અને ત્રણેય પક્ષો મતદારોને રીઝવવા પૂરતો પ્રયાસ કરશે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
