તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
અમદાવાદમાં પેટ ડોગ રજિસ્ટ્રેશન ફીમાં 200 રૂપિયાનો વધારો:નોંધણીની તારીખ લંબાવાઈ
રજિસ્ટ્રેશનની ફીમાં રૂપિયા 200નો વધારો કરી રૂપિયા 500 કરાઈ: જાણો કઈ તારીખ સુધી કરાવી શકાશે રજિસ્ટ્રેશન

અમદાવાદ : સમગ્ર રાજ્યમાં પેટ ડોગના રજિસ્ટ્રેશનની સિસ્ટમ અમલી બનાવાઈ છે. જે માટે ફી પણ વસૂલાય છે. એટલે હવે પેટ ડોગનો શોખ મોંઘો પડી શકે છે. મ્યુનિસિપલ દ્વારા પેટ ડોગની સમયમર્યાદા 31મી મે જાહેર કરાઈ હતી. હવે સમયમર્યાદા લંબાવી 30 જૂન કરાઇ છે. રજિસ્ટ્રેશન માટેની ફીમાં પણ રૂપિયા 200નો વધારો કરી રૂપિયા 500 કરાઈ છે.
હાથીજણ વિસ્તારમાં પેટ ડોગ દ્વારા ચાર મહિનાની બાળકીને ફાડી ખાવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે પેટ ડોગ પોલીસ બનાવી છે. જેનો અમલ કદાચ ચાલુ મહિનાથી થઈ શકે છે. જેમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન ન હોય તો ડોગ માલિકના નળ, ગટર કનેક્શન કાપવાથી લઈ ડોગને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરાશે. પહેલી જાન્યુઆરીથી 31મી મે સુધીમાં 13,677 પેટ ડોગ માલિકો દ્વારા 15,504 જેટલા ડોગનું રજિસ્ટ્રેશન થયું છે.
જ્યારે અંદાજે 35 હજારથી વધુ ડોગ રજિસ્ટ્રેશન વગરના પેટ ડોગ રજિસ્ટ્રેશની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન જ છે. સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં ન્યૂ રાણીપ,બલોલનગર, જજીસ બંગલો, ગુલાબ ટાવર, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી, ચાંદડોલિયા, સત્તાધાર, થલતેજ, બોપલ, વાસણા, ચાંદખેડા, મોટેરા સહિતના વિસ્તારોમાંથી સૌથી વધુ ડોબરમેન જર્મન શેફર્ડ, લેબ્રાડોર, સિબેરીયન અને ડોબરમેનનું રજિસ્ટ્રેશન થયું છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
