તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
ગુજરાતમાં સસ્તા અનાજના ૧૫ હજાર દૂકાનદારો E-KYC મુદ્દે હડતાલ પરઃ રાજકોટના દૂકાનદારો જોડાયા નથી
E-KYC કાર્ડ એસો.માં તડાઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ અનેક જીલ્લા હડતાલમાંથી બાકાત

અમદાવાદ, તા.૨: ગુજરાતમાં આજથી રાશન દુકાનધારકો દ્વારા અનાજ વિતરણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને અનાજ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા શહેર અને જિલ્લાના સભ્યો સાથે મળેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરની ૧૫ હજાર જેટલી સરકારી અનાજની દુકાનો આ વિતરણ પ્રક્રિયાથી દૂર રહેશે, જોકે રાજકોટના સસ્તા અનાજના દુકાનદારો આ હડતાલમાં જોડાયા નથી, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આજ સ્થિતી છે. E-KYC મુદ્દે તડા પડયા છે, રાજકોટના ૭૦૦ દુકાનદારો હડતાલમાં નહી જોડાતા કાર્ડ હોલ્ડરને તકલીફ પડી નથી.
એસોસિએશનના પ્રમુખ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી રેશનકાર્ડની ૧૦૦% EKYC (ઈલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર) પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અનાજનું વિતરણ કરવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ઘરે ઘરે જઈને રેશન કાર્ડની EKYC પ્રક્રિયા પૂર્ણ કરવી એ સરકારની ફરજ છે.
એસોસિએશને ચિમકી ઉચ્ચારી છે કે, ૧૦૦% EKYC થશે બાદમાં જ વિતરણ શરૂ કરવામાં આવશે. દુકાનદારોનો આરોપ છે કે, EKYCની પ્રક્રિયા પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે અને ખોટા આંકડા જાહેર કરી રહી છે. તેમનું કહેવું છે કે, આધારકાર્ડ અને મતગણતરી પ્રક્રિયાની જેમ EKYC પણ કરવું જોઈતું હતું, પરંતુ સરકારે તે કર્યું નથી.
EKYC ઉપરાંત, દુકાનદારોને મળતા રૂ.૨૦,૦૦૦/ કમિશન અંગેની પદ્ધતિ બદલવા માટે પણ સરકારે અપીલ કરી હતી, જે અંગે પણ વિતરણ વ્યવસ્થા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
