<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

આગામી 6-7 દિવસ રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી શકે :જાણો કઈ તારીખે ચોમાસું આવશે

આ વખતે ચોમાસામાં અલનીનો કે નાનીનો બંનેમાંથી એક પણની ઇફેક્ટ નહીં હોય એ ન્યુટ્રલ હશે. આ વખતે ચોમાસું સારું રહેશે.

અમદાવાદના કેટલાક ભાગમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6-7 દિવસ રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આ વખતે ચોમાસામાં અલનીનો કે નાનીનો બંનેમાંથી એક પણની ઇફેક્ટ નહીં હોય એ ન્યુટ્રલ હશે. આ વખતે ચોમાસું સારું રહેશે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, મે મહિનો છેલ્લા 125 વર્ષની અંદર હવામાનની દ્રષ્ટિએ સૌથી નબળો રહ્યો છે. મે મહિનાની અંદર 31 દિવસ હોય છે. 31 દિવસમાંથી 22થી 23 દિવસ સુધી ઊંચું તાપમાન જોવા મળવું જોઈએ. ઊંચું તાપમાન એટલે કે 40ડિગ્રી પ્લસ તાપમાન હોવું જોઈએ પણ આ વર્ષે આપણે માવઠું અને પ્રિ મોનસૂન એક્ટિવિટી જેવી પરિસ્થિતિ જોવા મળી. જેને કારણે 23 દિવસની જગ્યાએ માત્ર 11થી 12 દિવસ જ આપણે ઊંચું તાપમાન નોંધાયું છે. એટલે આ રીતે તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો છે એ ખૂબ નીચો રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી 15 જૂને ગુજરાતમાં માં ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા છે. અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. ત્યાં આવીને હવે નબળું પડ્યું છે. મોનસૂન બ્રેકની કન્ડિશનને લીધે આગામી 15 જૂન સુધીમાં ચોમાસું આવી જાય તો સારું અથવા 18થી 22 જૂન સુધીમાં તો ગુજરાતમાં ચોમાસુ પહોંચે તેવી આપણે શક્યતાઓ છે. ચોમાસું નબળું થાય તેવી કોઈ શક્યતાઓ નથી બે પાંચ દિવસ લેટ થાય પણ ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે. એટલે ચોમાસા દરમિયાન અલનીનો કે નાનીનો બંનેમાંથી એક પણની ઇફેક્ટ નહીં હોય એ ન્યુટ્રલ હશે. જેથી કરીને નૈરત્યનું ચોમાસું છે એ 2025ની અંદર સારું જ રહેવાનું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, બે રાઉન્ડની અંદર પ્રિ મોનસૂન એક્ટિવિટી હજુ પણ થવાની છે. જો કે એ પ્રિ મોનસૂન એક્ટિવિટી એકદમ સામાન્ય હશે. સમગ્ર જૂન મહિનો એટલે કે 30એ 30 દિવસ આપણે ગરમી ઉકળાટ અને બફારનો સામનો છે એ જૂન મહિનામાં કરવો પડશે. નૈરત્યનું ચોમાસું 18થી 22 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ છે. એટલે 18થી 22 જૂન પછીથી જે ચોમાસું ચાલું થશે એ રાબેતા મુજબનું રહેશે.

(12:12 PM IST)