તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
સુરતમાં ૬ વર્ષીય બાળકીની પથ્થરના ઘા મારી હત્યા
બાજુમાં રહેતો યુવક ચોકલેટ આપવાનું કહી લઇ ગયો હતોઃ ઘરથી ર કિમી દૂર લાશ મળી

સુરતઃ શહેરના કડોદરા જીઆઇડીસી વિસ્તામાં ૬ વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી છે. પડોશમાં રહેતો એક યુવક બાળકીને ચોકલેટ આપવાના બહાને લઇ ગયો હતો. ત્યાર બાદ પથ્થર મારીને હત્યા કરી દીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, લાંબા સમય સુધી બાળકી અને યુવક પરત ન ફરતા, પરિવારે બપોરે ૧ વાગ્યે પોલીસને જાણ કરી હતી. ઘટનાને ગંભીરતાથી લઇને પોલીસે તાત્કાલીક અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી બાળકીને ઘરથી ર કિલોમીટર દૂર વાંકાનેડા ગામની હદમાં ખાડી કિનારે અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. ત્યાં તેણે પથ્થરના ઘા મારીને બાળકીની હત્યા કરી નાખી હતી.(
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
