News of Monday, 2nd June 2025
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત વરિષ્ઠ નેતાઓ હાજર
પાર્ટી દ્વારા વિશાળ જનમેદની સાથે શોભાયાત્રા યોજવા તેમજ સભાનું આયોજન કરવામાં આવ્યું : પાર્ટીએ પાટીદાર સમાજના અગ્રણી નેતાને ટિકિટ આપી : સમર્થકો, હોદ્દેદારો અને પ્રદેશના દિગ્ગજ નેતાઓની હાજરી

વિસાવદર તા.૨ : વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે મજબૂત દાવો રમ્યો છે. પાર્ટીએ પાટીદાર સમાજના અગ્રણી નેતા કિરીટ બાબુલાલ પટેલને ટિકિટ આપી છે.
કિરીટ પટેલ તેમના સમર્થકો, હોદ્દેદારો અને પ્રદેશના દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિસાવદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
પાર્ટી દ્વારા વિશાળ જનમેદની સાથે શોભાયાત્રા યોજવા તેમજ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
