તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
કણભાના ચાંદીઅલ ગામ પાસે ફુલ સ્પીડમાં કાર ચાલકે બાઈકચાલકને હડફેટે લીધો અને પછી રોડના કિનારે ઊભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ :૧ મોત
રજ્જુ ગૌડના નામના યુવકનું ઘટના સ્થળે મોત : જ્યારે કારમાં સવાર અજય, રાડલ અને પુષ્પક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા

અમદાવાદ તા.૨ : અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો.ફુલ સ્પીડમાં કારે બાઈકચાલકને હડફેટે લઈને ટ્રકની પાછળ ઘૂસી જતા એકનું મોત થયું છે.કણભાના ચાંદીઅલ ગામ પાસે ફુલ સ્પીડમાં આવતી કારે પહેલાં બાઈકચાલકને અડફેટે લીધો અને પછી રોડના કિનારે ઊભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એક આઈસ્ક્રિમની દુકાનનું ઉદ્ઘાટન હતું. આ માટે રાડુ, રજ્જુ ગૌડ, અજય અને પુષ્પક કારવામાં સવાર થઈને ઈન્દોરથી અમદાવાદ આવી રહ્યા હતા. આ દરમિયાન બપોરે ઇન્દોર અમદાવાદ હાઈવે પર કણભા પાસે આવેલા ચાંદીઅલ ગામ પાસે કારચાલક પુષ્પકે કાબૂ ગુમાવ્યો હતો.
આ દરમિયાન તેણે અન્ય એક બાઈકચાલકને અડફેટે લીધો હતો. આ પછી કાર રોડના કિનારે ઊભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં પાછળ બેસેલા રજ્જુ ગૌડના નામના યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે કારમાં સવાર અજય, રાડલ અને પુષ્પક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ ઘટના અંગે પોલીસને માહિતી મળતા તેમણે ઘટના સ્થળે પહોંચીને ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
