<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 7.45 લાખની લૂંટ :મિત્રતાનું નકલી નાટક રચી લૂંટને અંજામ આપ્યો

મિત્ર સાથે ફરવા ગયો તે દરમિયાન મિત્રે 2 અન્ય મિત્રોને બોલાવી લૂંટ ચાલવી

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે સાંજના સમયે એક શખ્સ પાસેથી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. જેમાં મિત્રતાનો નકલી નાટક રચી લૂંટને અંજામ આપ્યું હતું. ફરિયાદી ધરમેન્દ્ર પંચાલે મકાન વેચાણમાંથી બચાવેલા રૂ. 7,45,650 રોકડ થેલી લઈને પોતાનના મિત્ર સાથે ફરવા ગયો હતો. તે દરમિયાન મિત્રે 2 અન્ય મિત્રોને બોલાવી લૂંટ ચાલવી હતી. આ ઘટના શહેરના સૌમ્ય ભાગે રિવરફ્રન્ટ ડફનાળા પાસે બની છે. સમગ્ર ઘટનાની જાણ થતાં રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ દોડી આવી હતી અને આરોપીઓની શોધખોળ હાથધરી છે.

ધરમેન્દ્રભાઈ પંચાલ છેલ્લા ચાર મહિનાથી ચાંદલોડિયામાં ભાડાના મકાનમાં એકલો રહે છે અને મિસ્ત્રીનું કામ કરે છે. થોડા મહિના પહેલા તેણે પોતાના ઓઢવ સ્થિત મકાન વેચી રૂ. 22 લાખ મેળવ્યા હતા, જેમાંથી લોન ભર્યા બાદ રૂ. 7,45,650 રોકડ તેમનાં હાથમાં બચ્યા હતા. આ રકમ કાપડની થેલીમાં ભરી તેઓ પોતાની ઓળખીતા મિત્ર પ્રિયાબેન રાકેશભાઈ દાનણીયાની સાથે બહાર ફરવા ગયા હતા.

આરોપી પ્રિયાને ધરમેન્દ્ર પાલડી જમવા લઈ ગયા પછી સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા લઈ ગયો હતો. ત્યાં પહોંચ્યા પછી, પ્રિયાએ અચાનક રોબીન અને ઋષિ નામના બે શખ્સોને બોલાવી લીધા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબએ બંને શખ્સોએ થેલી ઝુંટવી ઝપાઝપી કરી હતી. જ્યારે પ્રિયાએ તેમને પકડી રાખ્યા હતા અને આખરે રૂ. 7.45 લાખ ભરેલી થેલી લઈ એ ત્રણેય ફરાર થઇ ગયા હતા.

લૂંટનો બનાવ બનતાની સાથે જ ભોગ બનનાર ધમેન્દ્રએ પોલીસને જાણ કરી હતી. ફરિયાદમાં તેમણે પ્રિયાબેન તેમજ રોબીન અને ઋષિ સામે ગુનો નોંધાવ્યા છે. રિવર ફ્રન્ટ ઈસ્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓની શોધખોળ હાથધરી છે.

(6:29 PM IST)