News of Monday, 2nd June 2025
સુરતની યુવતીને ઇન્સ્ટાગ્રામમાં મિત્ર બનાવી વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી ગુજાર્યો બળાત્કાર ગુજાર્યો : ધરપકડ
છેલ્લા બે વર્ષથી લગ્નની લાલચ આપી અવારનવાર આ વિધર્મી શહેઝાદ ઉર્ફે સજ્જુ શેખ દ્વારા યુવતીનું શારીરિક શોષણ કરાયું

સુરતમાં વિધર્મીએ instagram મારફતે યુવતીનો સંપર્ક કરી શરૂઆતમાં સારી સારી વાતચીત કરી લગ્નની લાલચ આપી અવારનવાર યુવતી સાથે દુષ્કર્મ આચાર્યુ અને અંતે તેની સાથે લગ્ન ન કરી યુવતીનું શારીરિક શોષણ કરી આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ સ્ટેશનમાં યુવતી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે યુવતી સાથે દુષ્કર્મ કરનાર વિધર્મીને ઝડપી પાડ્યો છે.
સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર સોશિયલ મીડિયા instagram મારફતે યુવતીનો સંપર્ક શહેઝાદ ઉર્ફે સજ્જુ શેખ સાથે થયો હતો. આ ઈસમ ફોટોગ્રાફીના ધંધા સાથે જોડાયો હતો અને તે સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા ઇન્દિરા નગરનો રહેવાસી છે. આરોપી શહેજાદ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ભોગ બનનાર યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ તેની સાથે સારી સારી વાતચીત કરવામાં આવી હતી અને ત્યારબાદ યુવતીનો મોબાઇલ નંબર પણ તેને મેળવ્યો હતો.
વિધર્મી શહેઝાદ ઉર્ફે સજ્જુ શેખ દ્વારા યુવતીને લગ્નના સપના બતાવવામાં આવ્યા હતા. instagramથી થયેલ મિત્રતા લગ્નમાં પરિણમશે એવા સપના આ યુવતી જોતી હતી, પરંતુ યુવતીને ક્યાં ખબર હતી કે વિધર્મી માત્ર તેનું શારીરિક શોષણ કરશે. યુવતીને અલગ અલગ જગ્યા પર મળવા બોલાવતો હતો અને ત્યારબાદ તેને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. છેલ્લા બે વર્ષથી લગ્નની લાલચ આપી અવારનવાર આ વિધર્મી શહેઝાદ ઉર્ફે સજ્જુ શેખ દ્વારા યુવતીનું શારીરિક શોષણ કરવામાં આવ્યું અને અવારનવાર તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. અંતે સહેજાદ ઉર્ફે સજુ નામના વિધર્મીએ યુવતીને લગ્ન કરવાનીના પાડી અને ત્યારબાદ આ સમગ્ર મામલે યુવતીએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
