News of Monday, 2nd June 2025
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી 2025 : કડી અને વિસાવદર બેઠકો પર ઉમેદવારી પત્રો ભરવાનો ધમધમાટ પૂર્ણ : કુલ 32 ઉમેદવારો મેદાનમાં!
ભાજપ, કોંગ્રેસ, AAP સહિત વિવિધ પક્ષો અને અપક્ષના ઉમેદવારોએ ભરી દાવેદારી : ઉમેદવારોના સોગંદનામા 24 કલાકમાં ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે

ગાંધીનગર : ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર, ગુજરાત રાજ્યની 24-કડી (અ.જા.) અને 87-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી-2025 માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ હતો. 26 મે, 2025ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ શરૂ થયેલી આ પ્રક્રિયામાં બંને બેઠકો પર કુલ 32 ઉમેદવારોએ પોતાના દાવેદારી પત્રો રજૂ કર્યા છે.
ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે કડી (અ.જા.) અને વિસાવદર બેઠકો પર વિવિધ રાજકીય પક્ષોના અને અપક્ષ ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવવા માટે અરજીઓ સુપરત કરી હતી.
24-કડી (અ.જા.) વિધાનસભા મતવિભાગના 10 ઉમેદવારો:
* ચાવડા જગદીશભાઈ ગણપતભાઈ (આમ આદમી પાર્ટી)
* રમેશભાઈ મગનભાઈ ચાવડા (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ)
* સુહાગ રમેશભાઈ ચાવડા (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ)
* પ્રવિણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ (ભારતીય જન પરિષદ)
* મકવાણા દશરથભાઈ ગણપતભાઈ (આપકી આવાઝ પાર્ટી)
* રાજેન્દ્રકુમાર દાનેશ્વર ચાવડા (ભારતીય જનતા પાર્ટી)
* પિયુષ કરશનભાઈ સોલંકી (ભારતીય જનતા પાર્ટી)
* અલ્પેશભાઈ જશુભાઈ પરમાર (માલવા કોંગ્રેસ)
* નાગેશકુમાર ગણપતભાઈ ઝાલા (અપક્ષ)
* સેનમા ભરતકુમાર ગાભુભાઈ (અપક્ષ)
87-વિસાવદર વિધાનસભા મતવિભાગના 22 ઉમેદવારો:
* દલસુખભાઈ વશરામભાઈ હીરપરા (અપક્ષ)
* ગોપાલભાઈ ગોરધનભાઈ ઈટાલીયા (આમ આદમી પાર્ટી)
* હરેશભાઈ છગનભાઈ સાવલીયા (આમ આદમી પાર્ટી)
* અનિલભાઈ નરેન્દ્રભાઈ ચાવડા (ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી)
* પરમાર રાજેશકુમાર પ્રેમજીભાઈ (અપક્ષ)
* કલ્પનાબેન અનિલભાઈ ચાવડા (ભારતીય જન પરિષદ)
* કિરીટ બાલુભાઈ પટેલ (ભારતીય જનતા પાર્ટી)
* રમણીકભાઈ જીવરાજભાઈ દુધાત (ભારતીય જનતા પાર્ટી)
* કિશોરભાઈ ગોબરભાઈ કાનકડ (પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટી)
* રજનીકાંત પોપટભાઈ વાધાણી (અપક્ષ)
* રાણપરીયા નિતીનકુમાર લખમણભાઈ (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ)
* ચંદ્રીકાબેન કરશનભાઈ વાડદોરીયા (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ)
* યુનુસભાઈ હુસુનભાઈ સોલંકી (અપક્ષ)
* હિતેશભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા (અપક્ષ)
* સોલંકી રોહિત બધાભાઈ (અપક્ષ)
* તુલશીભાઈ મનુભાઈ લાલૈયા (અપક્ષ)
* સુરેશકુમાર જયંતીભાઈ માળવીયા (અપક્ષ)
* બિનલકુમાર વિષ્ણુભાઈ પટેલ (આપકી આવાઝ પાર્ટી)
* પ્રજાપતિ ભરતભાઈ સવજીભાઈ (અપક્ષ)
* ટાંક સંજય હિતેષભાઈ (અપક્ષ)
* રાજ પ્રજાપતિ (અપક્ષ)
* નિરૂપાબેન નટવરલાલ માધુ (અપક્ષ)
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર, આ ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-26) પણ રજૂ કરવામાં આવ્યું છે. ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા આ સોગંદનામા 24 કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઇટ https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates પર અપલોડ કરવામાં આવશે, જ્યાં નાગરિકો તેની વિગતો જોઈ શકશે.
આ સાથે જ બંને બેઠકો પર ચૂંટણી પ્રચારનો ધમધમાટ વધુ તેજ બનશે અને રાજકીય ગરમાવો વધશે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
