<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ગોંડલ યાર્ડમા 1600 રૂપિયા બોલાયો : જાણો 15 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 15 માર્કેટ યાર્ડમાં કુલ 227.15 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 15 માર્કેટ યાર્ડમાં કુલ 227.15 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ગોંડલ માર્કેટ યાર્ડમા 1600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 1300 રૂ. અને નીચો ભાવ 350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય નડિયાદમાં 1600 રૂ., અમરેલીમાં 1400 રૂ., પોરબંદરમાં 1200 રૂ., મોરબીમાં 1 હજાર રૂ., પાદરામાં 950 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 227.15 ટન લીંબુની આવક થઇ છે.

(9:32 PM IST)