<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ કાલાવડ માર્કેટ યાર્ડમા 1675 રૂપિયા સુધી બોલાયો : જાણો 27 યાર્ડમાં શું રહ્યો ભાવ

ગુજરાતના 27 માર્કેટ યાર્ડમાં કુલ 1,242.10 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 27 માર્કેટ યાર્ડમાં કુલ 1,242.10 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ કાલાવડ માર્કેટ યાર્ડમા 1675 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં મગફળીનો ઉંચો ભાવ 1240 રુ. અને નીચો ભાવ 950 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હિંમતનગરમાં 1460 રૂ., ગોંડલમાં 1451 રૂ., ભાવનગરમાં 1391 રૂ., જામનગરમાં 1370 રૂ., હળવદમાં 1312 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,242.10 ટન મગફળીની આવક થઇ છે.

(9:44 PM IST)