તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Monday, 2nd June 2025
ઈ કેવાયસી 100% ટકા પૂર્ણ થયા બાદ જ વિતરણ શરૂ કરવા ગુજરાત ફેર પ્રાઇઝ એસો.ની.સીએમ ને રજૂઆત
જે કાર્ડ ગ્રાહકો ના અગમ્ય કારણોસર ઈ કેવાયસી થઈ શક્યા નથી તેવાને મળવાપાત્ર જથ્થો તાત્કાલિક અસરથી બંધ કરી દેવાતા ગ્રાહકો અને રેશન ડીલરો વચ્ચે તકરાર : ઈ.કેવાયસી સાથે સાથે વિવિધ પડતર માગણી મુદ્દે ગુજરાત ફેર પ્રાઇઝ એસો.એ મુખ્યમંત્રીને રજૂઆત કરી

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લા સહિત ગુજરાતમાં ઈ કેવાયસી 100% ટકા પૂર્ણ થયા બાદ જ વિતરણ વ્યવસ્થા શરૂ કરવા અંગે ગુજરાત રાજ્યના fps એસોસિએશનના પ્રમુખ અને પીએમ મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદીએ મુખ્યમંત્રી ને રજૂઆત કરી છે.
આ રજૂઆત માં જણાવ્યા મુજબ ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત દર માસે એન. એફ. એસ. એ. તથા બી.પી.એલ. અને અંત્યોદય રેશનકાર્ડ ધારકો ને નિર્ધારિત આવશ્યક ચીજ વસ્તુઓ નું વિતરણ રેશન શોપ ડીલરો મારફતે કરવામાં આવે છે.જેની સામે નક્કી કરેલ દરેક ડીલરો ને કમિશન ચૂકવવાની પદ્ધતિ અમલી છે.
હાલમ ઈ- કે.વાય.સી. ની કામગીરી ચાલી રહી છે. ગુજરાત માં જે કાર્ડ ના પરિવાર સભ્યો ના અગમ્ય કારણોસર ઈ કેવાયસી થઈ શક્યા નથી તેવા સભ્યો નો મળવાપાત્ર જથ્થો તાત્કાલિક અસરથી બંધ કરી દેવાતા ગ્રાહકો અને રેશન ડીલરો ઉપર આક્ષેપો - પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. માટે જ્યાં સુધી સો ટકા ઈ કેવાયસી ની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રાહકો નો જથ્થો પૂર્વવત સ્થિતિ મુજબ મળવો જોઈએ, ગ્રાહકો ના અનાજ પ્રાપ્તિના હક્કો ગુમાવવાની સાથે સાથે, રેશન ડીલરો ને પોતાના કમિશન ની આવક માં પણ ઘટાડો થાય છે. જે આજની મોંઘવારી માં યોગ્ય નથી. તથા અન્ય પડતર માંગણીઓ ની લાંબા સમય થી આશ્વાસન મળેલ છે પણ તો વાસ્તવિક રૂપે ઉકેલ આવેલ ન હોય રાજ્ય સરકાર ને 30/5/2025 ના રોજ આપેલ પત્ર મુજબ પહેલી જૂન- 2025 થી વિતરણ વ્યવસ્થા થી અળગા રહેવાનુ પણ સર્વાનુંમતે નક્કી કર્યું હતું.જે હવે પછી નવો જથ્થો મળે ત્યારે અમલ થશે.
નિયમોનુસાર કોઈપણ ગ્રાહક ને અનાજ થી વંચિત ના રાખી શકાય અને સરકાર ની જવાબદારી છે કે તેમના કર્મચારીઓ મારફતે ઘરે ઘરે જઈ ઈ.કેવાયસી કરવાનું છે જે બાબતે તંત્ર ના અધિકારીઓ ધ્યાન નહીં આપતા કેટલાય ગ્રાહકો ના ઈ.કેવાયસી બાકી રહી ગયા હોય જે સરકાર ની ભૂલ છે.માટે 100 ટકા ઈ.કેવાયસી પૈકી બાકી રહેલા ઇ.કેવાયસી ની કામગીરી પૂર્ણ કરી અનાજ નો જથ્થો વિતરણ કરે એ જરૂરી છે.છતાં તંત્ર દ્વારા ગ્રાહકો ને ઇ.કેવાયસી બાકી છે માટે અનાજ નહીં આપવાની વાતે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે તકરાર થાય છે
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
