હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતમાં આ સપ્તાહમાં વરસાદ મચાવશે તાંડવ
૨૧ જિલ્લામાં ધોધમાર વરસાદનું એલટઃભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને છોટા ઉદેપુર સહિત ઘણા જિલ્લાઓમાં વરસાદની સંભાવના

અમદાવાદ, તા.૨
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે અને આજે પણ હળવો વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે ૭ જૂન સુધી છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરી છે.
આજે દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને છોટા ઉદેપુર સહિત ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, ૧૫ દિવસ પછી એટલે કે ૧૫ જૂન પછી ચોમાસું વધુ સક્રિય થશે, તેથી આગામી ૧૫ દિવસ સુધી વરસાદની શક્યતા હજુ ઓછી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૨ જૂન ૨૦૨૫ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૃચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
૩ જૂન ૨૦૨૫ના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૃચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
૪ જૂન ૨૦૨૫ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૃચ, નર્મદા, સુરત, તાપી અને નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
૫ જૂન ૨૦૨૫ના રોજ ભરૃચ, નર્મદા, સુરત, દાહોદ, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, સાબરકાંઠા, મહિસાગર, વડોદરા, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે.
૬ જૂન ૨૦૨૫ના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૃચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
૭ જૂન ૨૦૨૫ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૃચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
