તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
રાજપીપલાની શ્રી એમ.આર. વિદ્યાલયમાં 'પ્લાસ્ટિક મુક્ત ભારત' થીમ વિષયક ચિત્ર સ્પર્ધા યોજાઈ
નાયબ કલેકટર ડૉ. ક્રિષ્ના પટેલની ઉપસ્થિતિએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો: ૧૭૪ સ્પર્ધકોએ પર્યાવરણહિતેષી અભિગમ સાથે ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :તા. ૫ જૂન, ૨૦૨૫ ના રોજ દેશભરમાં 'વિશ્વ પર્યાવરણ દિવસ' ની ઉજવણી થશે. જેને અનુલક્ષીને તા. ૦૧ જૂન, ૨૦૨૫ ને રવિવારના રોજ રાજપીપલાની શ્રી એમ. આર. વિદ્યાલય ખાતે "પ્લાસ્ટિક મુક્ત ભારત" વિષયક થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નાયબ કલેક્ટર ડૉ. ક્રિષ્નાબેન પટેલે પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
આ પ્રસંગે નાયબ કલેક્ટર ડૉ. ક્રિષ્નાબેન પટેલે વિદ્યાર્થીઓ તથા વાલીઓને પ્લાસ્ટિક પ્રદૂષણના નુકસાન, પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીનો ઉપયોગ, તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો પ્રેરક સંદેશો આપ્યો હતો.
પ્રાથમિક અને માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સહિત કુલ ૧૭૪ સ્પર્ધકોએ પર્યાવરણહિતેષી અભિગમ સાથે પ્લાસ્ટિક મુક્ત ભારતની થીમ પર યોજાયેલી આ ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતાથી ચિત્ર દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપ્યો હતો.
ચિત્ર સ્પર્ધામાં શ્રેષ્ઠ સ્થાન મેળવનાર વિજેતાઓને ડૉ. કિષ્નાબેન પટેલ તેમજ અન્ય મહાનુભાવો દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લાના વિવિધ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રેલી, વૃક્ષારોપણ, નાટિકા, નિબંધ સ્પર્ધા, ચિત્રાંકન સ્પર્ધા, પર્યાવરણ પર આધારિત ફિલ્મ નિદર્શન અને તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે રાજપીપલા એમ. આર. વિદ્યાલયમાં યોજાયેલ કાર્યક્રમ થકી બાળકોમાં પર્યાવરણ સંરક્ષણની ભાવના કેળવવા માટે કરાયેલો પ્રયાસ સરાહનીય હતો.
કાર્યક્રમમાં, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પી. એન. રાઠવા, શિક્ષણ નિરીક્ષક અરવિંદભાઈ રાઠવા, ફોરેસ્ટ માંથી વિષ્ણુભાઈ વસાવા સહિત અધિકારીઓ, કર્મીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
