<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

મોન્‍સૂન સામે ગુજરાત સજ્જઃ NDRFની ૧પ અને SDRFની ૧૧ કંપનીઓ તૈયાર

તાકિદે કન્‍ટ્રોલ રૂમ શરૂ કરવા-ડીઝાસ્‍ટર પ્‍લાન તૈયાર રાખવા દરેક કલેકટરોને મુખ્‍ય સચિવના આદેશો...

ગાંધીનગર તા. ૩ : ૨૦૨૫: ગુજરાતમાં આગામી ચોમાસાની સંભવિત પરિસ્‍થિતિને પહોંચી વળવા રાજ્‍યનું વહીવટીતંત્ર સંપૂર્ણ સુસજ્જ બન્‍યું છે. મુખ્‍ય સચિવ પંકજ જોષીની અધ્‍યક્ષતામાં ગાંધીનગર ખાતે કેન્‍દ્ર અને રાજ્‍યની વિવિધ એજન્‍સીઓ તથા વિભાગોની પ્રિ-મોન્‍સૂન તૈયારી અંગેની વિસ્‍તળત સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેમણે સંબંધિત વિભાગોને તાત્‍કાલિક પોતાના રાજ્‍ય, જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ શરૂ કરવા તથા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ પ્‍લાન તૈયાર રાખી તેના પર અમલ શરૂ કરવા સૂચના આપી હતી.

મુખ્‍ય સચિવ પંકજ જોષીએ જણાવ્‍યું હતું કે, વિવિધ વિભાગો પોતાની જરૂરિયાત મુજબ વસ્‍તુઓ અને પુરવઠાનો પૂરતો જથ્‍થો અત્‍યારથી જ સુનિヘકિારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્‍યારથી જ સંપૂર્ણ સજ્જ બને તે અત્‍યંત જરૂરી છે.

સંભવિત સારા વરસાદની આગાહી અને સજ્જતાઃ

બેઠકમાં પંકજ જોષીએ રાજ્‍યના તમામ વિભાગો, કેન્‍દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્‍કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ અને કેન્‍દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહીવટી તંત્રના તમામ અધિકારીઓ સાથે ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામનો કરવાના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી.

તેમણે કહ્યું કે, છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતમાં દર વર્ષે સરેરાશ વરસાદ વરસ્‍યો છે. આ વર્ષે પણ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રીજીયનમાં ૧૧૪ ટકા અને સૌરાષ્‍ટ્ર તથા કચ્‍છમાં ૧૧૯ ટકા જેટલો સારો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં એક વર્ષ છોડીને એક વર્ષે નાના-મોટા વાવાઝોડા આવ્‍યા છે, જેમાં છેલ્લે આવેલા બિપરજોય વાવાઝોડામાં વિવિધ વિભાગોના યોગ્‍ય સંકલનથી જાનહાનિ ટાળી શકાય હતી. આ વર્ષે પણ અગાઉથી રાજ્‍ય અને કેન્‍દ્રના વિવિધ વિભાગો વચ્‍ચે યોગ્‍ય સંકલન દ્વારા કોઈપણ કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા ગુજરાત સજ્જ હોવાનો તેમણે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો.

આગોતરી તૈયારીઓ અને સુરક્ષાના પગલાં:

મુખ્‍ય સચિવે સૂચના આપી કે, ભૂતકાળમાં જે વિસ્‍તારોમાં વધુ વરસાદ થયો હોય તેની અત્‍યારથી સમીક્ષા કરીને આગામી ચોમાસા માટે જરૂરી તૈયારીઓ કરી લેવી જોઈએ જેથી અગમચેતીના ભાગરૂપે નુકસાન અટકાવી શકાય. શહેરી વિસ્‍તારોમાં જૂના-જોખમી મકાનોની સ્‍થળ તપાસ કરાવી અત્‍યારથી જ તેને ખાલી કરાવવા જોઈએ જેથી જાનહાનિ ટાળી શકાય. ચોમાસાની તૈયારી સંદર્ભે વિવિધ સ્‍થળે મોકડ્રીલ યોજવા તેમજ ચોમાસા દરમિયાન સરદાર સરોવર, ઉકાઈ સહિતના ડેમોમાં પાણીની સ્‍થિતિ અંગે અગાઉથી વિગતો મેળવવા પણ તેમણે વહીવટીતંત્રને નિર્દેશ આપ્‍યા.મહેસૂલ વિભાગના અધિક મુખ્‍ય સચિવ જયંતિ રવિએ સેનાના ત્રણેય અધિકારીઓને ઓપરેશન સિંદૂરની સફળતા બદલ શુભેચ્‍છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, સંભવિત આપત્તિના સામનો માટે જેટલી આગોતરી સજ્જતા કેળવાય તેટલી ઝડપથી રાહત-બચાવની કામગીરી કરી શકાશે જેથી ઓછામાં ઓછું નુકસાન થાય. તેમણે તમામ વિભાગોને આપત્તિ વ્‍યવસ્‍થાપન પ્‍લાન જરૂરી ફેરફાર સાથે તૈયાર રાખવા જણાવી, રાજ્‍ય વહીવટી તંત્ર, કેન્‍દ્ર સરકારની કચેરીઓ, સુરક્ષા એજન્‍સીઓ વચ્‍ચે અસરકારક સંકલન રાખવા પર પણ ભાર મૂકયો. આપત્તિ વ્‍યવસ્‍થાપનના ભાગરૂપે રાજ્‍યના ગ્રામીણ વિસ્‍તારમાં શ્નઆપદા મિત્રોઙ્ખને તાલીમ આપી સજ્જ કરાશે.

NDRF અને SDRFટીમો તૈયારઃ

તેમણે ઉમેર્યું કે, સંભવિત પરિસ્‍થિતિને પહોંચી વળવા માટે રાજ્‍યમાં NDRFની ૧૫ અને SDRFની ૧૧ ટીમો ઉપલબ્‍ધ રહેશે, જેને જરૂરિયાત પ્રમાણે તહેનાત કરી શકાશે. આ ટીમો પૂરતી બોટ, લાઇફ જેકેટ તથા અદ્યતન કમ્‍યુનિકેશનની સુવિધાઓથી સજ્જ હશે.

કેન્‍દ્રીય હવામાન વિભાગના અધિકારીએ આગામી ચોમાસાની વિસ્‍તળત માહિતી આપતા કહ્યું હતું કે, આ વર્ષે ગુજરાતમાં દર વર્ષ કરતાં વહેલું ચોમાસું આવવાની શકયતા છે. હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં દર સપ્તાહે વરસાદ વિશે જરૂરી વિગતો આપવામાં આવશે.

સમીક્ષા બેઠકમાં રાજ્‍યના સંબંધિત વિભાગો જેવા કે, મહેસૂલ, ઊર્જા, ગળહ, સિંચાઈ, જળ સંપત્તિ, નાગરિક પુરવઠા, શહેરી વિકાસ, સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી, શિક્ષણ, આરોગ્‍ય, GSDMA, સરદાર સરોવર, માર્ગ અને મકાન, બંદરો અને વાહન વ્‍યવહાર, વન, કળષિ અને પશુપાલન, માહિતી તેમજ કેન્‍દ્રીય સુરક્ષાદળો દ્વારા ચોમાસાની તૈયારી સંદર્ભે સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર-SEOCના સંકલનમાં વિગતવાર પ્રેઝન્‍ટેશન રજૂ કરાયા હતા. આ બેઠકમાં વિવિધ વિભાગોના ઉચ્‍ચ સનદી અધિકારીઓ, ઇસરો, સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ, BSF, કોસ્‍ટ ગાર્ડ, CRPF, NDRF, SDRF, CWC, RAF, દૂરદર્શન, ઓલ ઇન્‍ડિયા રેડિયો, ભારતીય રેલવે, BSNL તથા વિવિધ વિભાગોના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(11:09 AM IST)