તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 3rd June 2025
એક માસમાં દોઢ કરોડથી વધુ નશાકારક પદાર્થ પકડવા સાથે ૨૬ને જેલ ભેગા કર્યાઃ નરસિંહમા કોમાર
સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા આ સિનિયર IPS દ્વારા લોકો અને પોલીસ ટીમની મદદથી ચલાવાતા અભિયાન વિશે જાણી આફ્રિન પોકારી જશો ડ્રગ્સ, ગાંજા, ચરસ, નશાકારક કફ સીરપ , નશામુકત વડોદરા અંતગર્ત વિશેષ અભિયાનમાં અમારી ટીમ દ્વારા ઝડપી યુવાધનને બચાવવા સતત એલર્ટ રહીએ છીએ...અકિલા સાથે ગુજરાતભરમા વાયરલ અભિયાનનું પોલીસ કમિશનર અત થી ઇતિ વર્ણવે છે

રાજકોટ તા,૦૩: વડોદરાના વાલીઓ વર્ષોથી પોતાના સંતાનો ડ્રગ્સ સહિતના નશાકારક લતનો ભોગ ન બને તે માટે સતત ચિંતિત રહે છે. વડોદરા પોલીસ કમિશનર તરીક રાજ્ય પોલીસ તંત્રમાં પોતાની ક્લીન છબી, હાર્ડ ર્વકિંગ અને વિરોધપક્ષો પણ જેમની નિષ્ઠા અંગે કોઈ બે મત નથી ધરાવતા તેવા સીબીઆઇ બેંક ગ્રાઉન્ડ ધરાવતા નરસિહમાં કોમાર મુકાયા પછી વાલીઓને ધરપત થયેલ કે નો ડ્રગ્સ ઈન વડોદરા ઝુંબેશ ધીમી નહિ પડે અને થયું પણ એમજ બહુ લાંબી વાત ન કરીએ તો વડોદરા સીપી નરસિંહમાં કોમારના નેતળત્વમાં વડોદરા શહેર પોલીસ દ્વારા NDPS ના ૧૫ ગુન્હાઓ નોધી કુલ ૨૬ ડ્રગ માફિયાઓના પેડલરોને પકડી પાડ્યા છે અને કુલ ૧ કરોડ , ૫૪ લાખ,૩૬, ૬૩૯નું મુદામાલ કબજે કરવામાં સફળતા મળી છે. અકિલા સાથેની વાતચીતમાં વડોદરા પોલીસ કમિશનર નરસિંહમા કોમાર દ્વારા અકિલાને સમર્થન પણ આપવામાં આવ્યું છે.
અકિલા સાથેની વાતચીતમાં વડોદરા પોલીસ કમિશ્નર નરસિંહમાં કોમારે વિશેષમા જણાવેલ કે. વડોદરામાં ચાર્જ સંભાળતા સાથે જ નો ડ્રગ્સ ઈન સુરત સાથે નશામુકત વડોદરા અંગે આખી રણનીતિ બનાવી, લો એન્ડ ઓર્ડર હેડ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન મે વિવિધ શહેરના ગુન્હાની પેટર્ન સાથે ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થ અંગેના રિપોર્ટના ઊંડો અભ્યાસ કર્યો હતો. વડોદરા આવ્યા બાદ એ અભ્યાસ આધારે જ અગાઉ જણાવ્યું તેમ સિનિયર અધિકારી સાથે કેટલાક અનુભવી સ્ટાફ સાથે પણ ચર્ચા કરી, વડોદરાવાસીઓ પણ અમારા અભિયાનમાં જોડાવા તત્પર હતા .મુખ્ય મંત્રી અને ગળહ મંત્રી માટે પણ આ બાબત ટોપ પ્રાયોરીટી હોવાથી તમામ સહકાર મળ્યો અને એમને સફળતા મળી જેની વિસ્તળત વિગત આ મુજબ છે.
વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના ૦૮ કેસ કરી, ૨૮૩ કિલો ૭૦૫ ગ્રામ ૦૨ મી.ગ્રા. કિ. રૂ. ૨૮,૩૦,૫૬૯/-જેમાં રોકડા રૂપિયા તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૪૩,૩૩,૧૯૯/-મુદામાલ કબજે કરેલ.
હાઇબ્રીડ ગાંજાના ન્ટ કેસ કરી, ૧ કિલો ૨૩૫ ગ્રામ, જેની કિ.રૂ. ૩૭,૦૨,૦૦૦/- જેમાં રોકડા રૂપિયા તથા અન્ય મુદામાલ કિ.રૂ. ૯,૭૬૯૨૦/- મળી કુલ કિ.રૂ.૪૬,૭૮,૯૨૦/- મુદામાલ કબજે કરેલ.
કફ સીરપના ૦૨ કેસ કરી, ઘ્બ્શ્ઞ્ણ્ SYRUP બોટલ નંગ-૭૩૮૦ કિ.રૂ.૧૬,૭૫,૩૫૦ તથા ટ્રામાડોલ Capsules નંગ-૧.૫૯,૧૨૦, કિ.રૂ.૧૫,૫૭,૨૭૦/- તથા આલ્પાઝોલમ ટેબ્લેટ નંગ- ૩,૬૯,૦૦૦, કિ.રૂ.૧૫,૪૨,૪૨૦/- તથા રોકડા રૂપિયા અને અન્ય મુદામાલ કિ.રૂ.૨,૭૧,૩૨૦/-મળી કુલ કિ. રૂ. ૫૦,૫૦,૧૧૦/-નો મુદામાલ કબજે કરેલ.
મેફેડ્રોન ડ્રગ્સ નેટ વજન ૬૬ ગ્રામ ૨૮૦ મીલીગ્રામ, કિ.રૂ. ૬૬૨,૮૦૦/- તથા રોકડા રૂપિયા અને અન્ય મુદામાલ કિ.રૂ ૧૦,૩૩૦/-મળી કુલ કિ.રૂ.૬,૭૩,૧૩૦/-નો મુદ્દામાલ કબજે કરેલ.
અફીણ ૬ કીલો ૦૯૦ ગ્રામ, જેની કિ.રૂ.૬,૦૯,૦૦૦/- તથા રોકડા રૂપિયા અને અન્ય મુદામાલના કિ.રૂ. ૭૩,૬૦૦/-મળી કુલ કિ.રૂ. ૬,૮૨,૬૦૦/- નો મુદામાલ કબજે કરેલ
યરસ ૧૦ ગ્રામ, કિ.રૂ. ૧૫૦૦/-, જેમા રોકડા રૂપિયા તથા અન્ય મુદામાલ કિ.રૂ. ૧૭,૧૮૦/-મળી કુલ કિ.રૂ.૧૮,૬૮૦/- નો મુદામાલ કબ્જે કરેલ.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
