<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો : વાપી સહીત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસ્યો

વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, : વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદ : હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ માટે આજે આગાહી કરી. જો કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ ઘણાં સમયથી જામ્યો છે. ત્યારે આજે વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, વલસાડ જિલ્લાના વાપી તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

(7:26 PM IST)