<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) જંબુસર યાર્ડમા 680 રૂપિયા બોલાયો: જાણો ક્યાં યાર્ડમાં ટુકડાનો શું રહયૉ ભાવ

ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 1,915.04 ટન ઘઉંની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ :આજે ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 1,915.04 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમા 680 રૂપિયા બોલાયો હતો. જંબુસર યાર્ડમાં નીચો ભાવ 600 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય દિયોદરમાં 600 રૂ., હિંમતનગરમાં 580 રૂ., ભાવનગરમાં 558 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે રાજુલામાં ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ 611 રૂ. અને નીચો ભાવ 400 રૂપિયા બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,915.04 ટન ઘઉંની આવક થઇ છે.

(8:25 PM IST)