<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ રાધનપુર માર્કેટિંગ યાર્ડમાં 4321 રૂપિયા સુધી બોલાયો: જાણો 29 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 816.16 ટન જીરાની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 816.16 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ રાધનપુર માર્કેટિંગ યાર્ડમાં 4321 રૂપિયા બોલાયો છે. રાધનપુર માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 2980 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ઉંઝામાં 4200 રૂ., રાજકોટમાં 4100 રૂ., હળવદમાં 4002 રૂ., ગોંડલમાં 4001 રૂ., હારીજમાં 4 હજાર રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 816.16 ટન આવક થઇ છે.

(8:46 PM IST)