તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ગોંડલ માર્કેટ યાર્ડમા 1600 રૂપિયા સુધી બોલાયો : જાણો 13 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતના 13 માર્કેટ યાર્ડમાં કુલ 251.28 ટન લીંબુની આવક થઇ: જાણો ગુજરાતના 13 માર્કેટ યાર્ડમાં કુલ 251.28 ટન લીંબુની આવક થઇ

અમદાવાદ :આજે ગુજરાતના 13 માર્કેટ યાર્ડમાં કુલ 251.28 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ગોંડલ માર્કેટ યાર્ડમા 1600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 1350 રૂ. અને નીચો ભાવ 400 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય નડિયાદમાં 1420 રૂ., દાહોદમાં 1400 રૂ., પોરબંદરમાં 1200 રૂ., અમદાવાદમાં 1 હજાર રૂ., સુરતમાં 800 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 251.28 ટન લીંબુની આવક થઇ છે.


(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
