તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંતના જિલ્લાઓના કાર્યકર્તાઓનો કેવડીયામા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અભ્યાસ વર્ગ યોજાયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા: કેવડિયા કોલોની ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંતના ૦૬ જિલ્લાઓના કાર્યકર્તાઓનો અભ્યાસ વર્ગ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભરૂચ વિભાગના સંઘ ચાલક બળદેવભાઈ પ્રજાપતિ, નર્મદા જિલ્લાના સંઘચાલક અશોકભાઈ પટેલ, પ્રાંત સચિવ પ્રવિણસિંહ ગોહિલ, નર્મદા જિલ્લાના ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા પ્રતિનિધિ ડો. દર્શનાબેન દેશમુખ તેમજ અન્ય સ્થાનિક કાર્યકર્તાઓ અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
. કેવડિયા કોલોની પાસે આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના પવિત્ર વાતાવરણમાં અભ્યાસ વર્ગ માં કાર્યકર્તાઓએ પંચ પરિવર્તનના વિષય જેવા કે સ્વદેશી, પર્યાવરણ સંવર્ધન, કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્ય એવા વિષય ઉપરનું પાથેય મેળવ્યું હતું આ ઉપરાંત એક જાગૃત ગ્રાહક તરીકે ઓનલાઇન ખરીદીના આજના ટેકનોલોજીના યુગમાં જ્યારે ઘણી બધી છેતરપિંડીઓ થઈ રહી છે એવા સમયે એક જાગૃત ગ્રાહક તરીકે દરેક વ્યક્તિએ શું સાવચેતી રાખવી શું કરવું અને શું ન કરવું વિગેરે માહિતી મેળવી હતી
આ ઉપરાંત ભારત સરકારના ગ્રાહકોની બાબતોના મંત્રાલય દ્વારા ગ્રાહકોની સમસ્યાના નિવારણ માટે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન મોબાઇલ એપ્લિકેશન તેમજ રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1915 અને આ અંતર્ગત ગ્રાહકોને જે સેવાઓ મળી રહી છે તેની માહિતી મેળવી હતી. સાયબર ફ્રોડનો નો હેલ્પલાઇન નંબર 1930 માં જે મદદ મળે છે જે સરળતાથી ફરિયાદ નોંધવામાં આવે છે અને ગુમાવેલ પૈસા પાછા મળે છે તે માટે સૌ કાર્યકર્તાઓએ માહિતી મેળવી હતી. ગ્રાહક જાગૃતિનો સંદેશ લઈને દરેક ગ્રાહક કાર્યકર્તાએ પોતાના જિલ્લાના સ્થાન ઉપર ગ્રાહક માર્ગદર્શન સેવા કેન્દ્ર ચલાવવું ઉપરાંત ગ્રાહક પંચાયતના જે વિવિધ વાર્ષિક કાર્યક્રમ કરવાના થાય છે જેમાં સમર્પણ દિવસ, રાષ્ટ્રીય ગ્રાહક દિવસ, સંપર્ક અને સદસ્યતા અભિયાન જેવા કાર્યક્રમો માટેની વ્યવસ્થાઓ વિશેની વિગતવાર માહિતી મેળવી હતી. આ અભ્યાસ વર્ગમાં ગુજરાતના અમદાવાદ, આણંદ, નર્મદા છોટાઉદેપુર, સુરત અને વડોદરા જિલ્લાના ૪૦ જેટલા કાર્યકર્તાઓએ અભ્યાસ વર્ગ અંતર્ગત માર્ગદર્શન મેળવ્યું હતું તેમ સુજલભાઈ મિસ્ત્રી, અધ્યક્ષ નર્મદા જિલ્લો અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નાઓ એ.જણાવ્યું.હતું.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
