<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

રાજપીપલા નજીક ભચરવાડા ગામમાં પતિ હયાત છતાં વિધવા પેનશન મેળવતી મહિલાઓ

ખોટા દાખલાના આધારે RTE પ્રવેશના કૌભાંડ બાદ વધુ એક પેંશન કૌભાંડ બહાર આવ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપલા નજીક ભચરવાડા ગામમાં પતિની હયાતી છતાં તે મૃતક હોવાના ખોટા દાખલા રજુ કરી વિધવા પેંશન મેળવતી મહિલાઓનું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે 

   પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપલામાં તલાટીના બનાવટી સહી સિક્કા કરી આવકના ખોટા દાખલા બનાવી RTE હેઠળ શાળા પ્રવેશ મેળવવાનું કૌભાંડ પકડાતા અને આ પ્રકાર ના 34 જેટલા શાળા પ્રવેશ તંત્ર એ રદ કરી માંડ હાશકારો મેળવ્યો ત્યાંજ ભચરવાડા ગામમાં પતિ હયાત હોવા છતાં તેના મરણના ખોટા દાખલા રજુ કરી વિધવા પેનશન મેળવતી 10 જેટલી મહિલાઓનું કૌભાંડ પકડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે .ત્યારે હવે વિધવા પેંશન કૌભાંડ પણ એજ ગામમાં પકડાતા આના સૂત્રધારે વિવિધ સરકારી યોજનાઓમાં કેવા અને કેટલા કૌભાંડ કર્યા હશે તે મોટો પ્રશ્ન છે. જોકે વિશ્વશનીય સૂત્રો ના જણાવ્યા મુજબ હજુ ભચરવાડા . હજરપુરા , ધમણાચા, સુંદરપુરા વગેરે ગામો માં ઘનિષ્ટ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારા કૌભાંડ પકડાય તેમ છે .
નર્મદા પોલીસ માટે  શરમજનક :
ખોટા આવક ના દાખલા કૌભાંડ માં પોલીસ ફરિયાદ થયે દોઢ મહિનો થયો , મોટા બુટલેગરોઅને ચોરી ના નાસતા ફરતા ગુનેગારો ને મહારાષ્ટ્ર કે મ.પ્ર થી પકડી લાવનાર નર્મદા પોલીસ ના ઝાંબાઝ અધિકારીઓ દાખલા કૌભાંડ ના મુખ્ય સૂત્રધાર ને પકડવા માટે લાચાર છે કારણકે તેને રાજકીય છત્રછાયા મળે છે . ત્યારે લોકલાગણી છે કે નર્મદા પોલીસે રાજકીય દબાણને અવગણી તેનું ઝમીર બતાવી આરોપીઓ ને પકડી તેના રાજકીય આકાઓ ને ખુલ્લા પાડવા જોઈએ .
સાંસદ અને ધારાસભ્ય એ પણ પોલીસ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા .
રાજપીપલા ના ખોટા આવકના દાખલાના કૌભાંડીઓ ને પોલીસ રાજકીય દબાણ હેઠળ પકડતી નથી તે અંગે સાંસદ મનસુખ વસાવા એ પોલીસ સામે આક્રોશ વ્યક્ત કરી સમય આવે રાજકીય આકાઓને ખુલ્લા પાડવાની વાત કહી હતી તો ધારાસભ્ય ચૈતર વસાવા એ પણ પોલીસ સાથેની રક્ઝક માં ખોટા દાખલા ના આરોપીઓ ને કેમ પકડતા નથી ? તેવો સવાલ કર્યો હતો.
સરકારી યોજના તમામના લાભાર્થીઓના દાખલાની ખરાઈ કરવામાં આવી રહી છે : મામલતદાર રાજપીપલા .
વિધવા પેંશન માં મરણના ખોટા દાખલા રજુ કરી વિધવા પેનશન મેળવવાના કૌભાંડ અંગે રાજપીપલા ના મામલતદાર પદમાબેન ચૌધરી નો સંપર્ક કરતા તેઓએ આ મુદ્દાને સમર્થન આપતા જણાવ્યું હતું કે દાખલાની ખરાઈ કરવા તલાટી ને તપાસ સોંપી છે અને કેટલાક નામ નો રિપોર્ટ આવ્યો પણ છે . વધુ માં તેમણે જણાવ્યું હતું કે ફક્ત વિધવા સહાય નહિ અન્ય સરકારી યોજનાઓ ના લાભાર્થીઓ ની ખરાઈ કરવા જેતે સેજા ના તલાટીઓને તપાસ સોંપી છે


 

(10:08 PM IST)