તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
પાંગરિયા ગામના ડુંગરની ઢાળમાં ક્લુસર ગાડી પલટી ખાતા 12 ને ગંભીર ઇજા : 15 વર્ષીય બાળકનું મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પાંગરિયા ગામના ડુંગરની ઢાળમાં ક્લુસર ગાડી પલટી ખાતા 12 ને ગંભીર ઇજા થઈ છે જ્યારે એક 15 વર્ષીય બાળકનું મોત થયું છે
પ્રાપ્ત માહિતી અનુસાર રસીલાબેન ઉબડીયાભાઇ વસાવા (રહે,.ડુમખલ, નવી નગરી, તા.ડેડીયાપાડા, જી.નર્મદા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ ગુંદવાણ (ડાબકા) ગામની સીમમા આવેલ પાંગરીયા ડુંગરની ઢાળમાં આ જવલસિંગભાઇ વલસિંગભાઇ વસાવા રહે. ડુમખલ, નવી નગરી, તા.ડેડીયાપાડા, જી.નર્મદાનાઓએ પોતાના કબ્જાની ક્લુઝર ગાડી નં. GJ-35-B-6667 પુરઝડપે હંકારી લાવી, સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી ક્લુઝર ગાડી પલ્ટી ખવડાવી દઈ પોતાને શરીરે ઓછીવતી ઇજાઓ પહોંચાડી તેમજ રમીલાબેન વસાવાને ઇજાઓ પહોંચાડી તથા રૂષાબેન જવલસિંગભાઇ વસાવા, તથા શારદાબેન જવલસિંગભાઇ વસાવા તથા યશોદાબેન જવલસિંગભાઇ વસાવા તથા એમનીબેન વલસિંગભાઇ વસાવા તથા નિત્યાબેન અનિલભાઇ વસાવા તથા ઉર્વિશાબેન વિક્રમભાઇ વસાવા તથા નરેશભાઇ હાનીયાભાઇ વસાવા તથા રીયાંસભાઇ જવલસિંગભાઇ વસાવા (તમામ રહે.ડુમખલ, તા.ડેડીયાપાડા જી.નર્મદા) તથા રાહુલભાઇ ભરતભાઇ પાડવી (રહે.સુરગાસ તા. અક્કલકુવા. જીનંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી તેમજ પ્રકાશભાઇ ભયજીભાઇ વસાવા ઉ.વ.૧૫ રહે.ડુમખલ, નવી નગરી, તા.ડેડીયાપાડા ને ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે જવલસિંગ વલસિંગભાઈ વસાવા (રહેડુમખલ., નવી નગરી, તા. ડેડીયાપાડા) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
