<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

દાહોદ બાદ ભરૃચમાં પણ મનરેગા કૌભાંડ સામે આવ્યો

મનસુખ વસાવાએ ભ્રષ્ટાચારની ખોલી પોલઃ૫૮ ગામોમાં ૭ કરોડ ૩૦ લાખ રૃપિયાના કૌભાંડની શક્યતા છે

અમદાવાદ,તા.૩

દાહોદ બાદ ભરૃચમાં પણ મનરેગા કૌભાંડ સામે આવ્યો છે, જેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવશે. જેમાં DySP કક્ષાના અધિકારીઓને આ તપાસ સોંપવામાં આવે તેવી સંભાવના છે. સમગ્ર કૌભાંડને લઈને વેરાવળની બે એજન્સી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ૫૮ ગામોમાં ૭ કરોડ ૩૦ લાખ રૃપિયાના કૌભાંડની શક્યતા છે. જોકે, હવે આ બધાંની વચ્ચે ભરૃચના સાંસદે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કૌભાંડમાં ઉપથી નીચે બધાંની મિલિભગત હોય છે.

જોકે, હવે આ કૌભાંડને લઈને ભરૃચના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 'કૌભાંડને લઈને એકલો જિલ્લો જવાબદાર નથી. આ યોજનને સફળ બનાવવી હોય તો ગાંધીનગર એટલે કે, રાજ્ય સરકારના સ્તરથી જ આ માટે ચોક્કસ કાયદા અને નિયમો બનાવવા પડે. બધાં જ લોકોની આમાં મિલિભગત હોય છે, તેમાં રાજ્ય સ્તરના મંત્રી હોય, સેક્રેટરી હોય, વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી આ બધાં જ લોકો આમાં જવાબદારી હોય છે. જ્યારે તપાસ હાથ ધરવામાં આવે ત્યારે નીચેનો કર્મચારી ફસાઈ જાય છે. પરંતુ, બધાનું જ આમાં સેટિંગ હોય છે.'

ભરૃચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જલારામ એન્ટરપ્રાઈઝ એજન્સી(પિયુષભાઇ નુકાણી) , મુરલીધર એન્ટરપ્રાઈઝ (જોધાભાઇ સભાડ)  અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ અનુસાર, ભ્રષ્ટાચાર કરવા માટે ૬૦- ૪૦નો રેશિયો તોડીને મટીરિયલની ખરીદી કરવામાં આવી હતી.  સરકારી એસઓપી અને ધારાધોરણ મુજબ કામ થયું અને કામ પૈસા ચૂકવી દેવાની વાત કરવામાં આવી હતી. જોકે, વધારે મટિરિયલ બતાવીને તેના ખોટા બિલ બનાવવામાં આવ્યા હતા. મુરલી એન્ટરપ્રાઇઝને ૧૩,૦૫,૬૭૬ તથા જલારામ એન્ટરપ્રાઇઝને ૬,૫૮,૮૯૮ એમ કુલ ૧૯,૬૪, ૫૭૪ લાખ રૃપિયા ચૂકવવામાં આવ્યા છે. તેમજ ભરૃચ જિલ્લાના ૫૬ ગામોમાં અંદાજે ૭,૩૦,૦૦,૦૦૦ કરોડોની નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી છે

(10:56 PM IST)