<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ પણ ખરાખરીનો ખેલ ભાજપ-આપ વચ્‍ચે

જાને કયોં લોગ ચૂનાવ પ્રચાર કિયા કરતે હૈ, મત કે બદલે વાદા કિયા કરતે હૈ... : ભાજપ માટે પ્રતિષ્‍ઠાની લડાઇઃ કોંગ્રેસ માટે અસ્‍તિત્‍વ બતાવવાનો અને આમ આદમી પાર્ટી માટે અસ્‍તિત્‍વ ટકાવવાનો પ્રશ્ન

 

 

રાજકોટ તા. ૪ :.. ગુજરાતની બે વિધાનસભા બેઠકો કડી (મહેસાણા) અને વિસાવદર (જુનાગઢ)ની પેટાચૂંટણી માટે  ૧૯ જુને મતદાન થનાર છે. કડી બેઠક અનામત છે. વિસાવદર બેઠકની પેટાચૂંટણીએ સમગ્ર રાજયનું ધ્‍યાન ખેંચ્‍યુ છે. બે બેઠકોના પરિણામથી શાસનમાં કોઇ ફેર પડનાર નથી પણ તેનું રાજકીય રીતે ઘણુ મહત્‍વ છે. વિસાવદરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે ત્રિપાંખીઓ જંગ છે. ચૂંટણી પ્રચારના પ્રારંભિક વાતાવરણમાં રાજકીય સમીક્ષકો ખરાખરીનો ખેલ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે જ હોવાનું માને છે. મતદાનનો દિવસ નજીક આવતા ચિત્ર બદલાય શકે છે.

વિસાવદરમાં ભાજપ તરફથી કિરીટ પટેલ, કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટી વતી ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડે છે. પ્રદેશ કરતા રાષ્‍ટ્રીય કક્ષાના મુદ્‌્‌ાઓ કરતા સ્‍થાનિક મુદ્‌્‌ાઓ વધુ અસરકારક બને તેવું દેખાય છે. આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી  ચિત્ર સ્‍પષ્‍ટ થશે. મતદાન તા. ૧૯ મીએ અને મત ગણતરી તા. ર૩ મીએ થશે.

કડીની બેઠક ભાજપના ધારાસભ્‍યના અવસાનથી અને વિસાવદરની બેઠક આમ આદમી પાર્ટીના ધારાસભ્‍યના રાજીનામાની ખાલી પડી છે. ત્રણેય પક્ષોએ જોરશોર ચૂંટણી પ્રચારનું આયોજન કર્યુ છે.

આમ આદમી પાર્ટીએ ચૂંટણી જાહેર થયા પહેલા જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરેલ તે વખતથી ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ત્રિપાંખીયા જંગમાં અત્‍યારની સ્‍થિતિએ ભાજપ અને આપ વચ્‍ચે જ ખરાખરીનો ખેલ હોવાનો ખ્‍યાલ ઉપસે છે. કોંગ્રેસના ઉમેદવારની સરખામણીએ અન્‍ય બન્ને પક્ષના ઉમેદવાર વધુ જાણીતા છે.

જો આ સ્‍થિતિ યથાવત રહી તો કોંગ્રેસ મર્યાદિત મતો મેળવીને ત્રીજા ક્રમે રહેવાની શકયતા નકારાતી નથી. ત્રણેય પક્ષોએ પોતાની જીતના દાવા કર્યા છે. ચૂંટણીનો દિવસ નજીક આવતા ગરમાવો વધશે.

ભાજપ માટે બન્ને પેટાચૂંટણીનું પરિણામ પ્રતિષ્‍ઠાને અસર કરનારુ રહેશે. આમ આદમી પાર્ટી માટે વિસાવદરમાં અસ્‍તિત્‍વ ટકાવવાનો અને કોંગ્રેસ માટે અસ્‍તિત્‍વ બતાવવાનો પ્રશ્ન દેખાય છે. પ્રચારની પધ્‍ધતિ ઉમેદવાર અને પક્ષની પ્રતિભા, છેલ્લા દિવસોની વ્‍યુહરચના, મતદાનની ટકાવારી વગેરે મુદ્‌્‌ાઓ પરિણામમાં નિર્ણાયક બનતા હોય છે. કડી અને વિસાવદરમાં કોણ ફાવે છે તે તો તા. ર૩ મીએ મત મશીન ખૂલે ત્‍યારે જ ખબર પડશે. (પ-૧૧)

(11:28 AM IST)