<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

રાજકોટમાં જય ગણેશ ઓટો મોબાઇલ્‍સ દ્વારા અશોક લેલેન્‍ડ ડીલરશીપનો પ્રારંભ

૩એસ ડીલરશીપ દ્વારા લોકોની જરૂરીયાત પુરી કરાશે : આ ઉદ્દઘાટન સાથે ગુજરાતમાં ટચ પોઇન્‍ટની સંખ્‍યા ૫૮મી થઇ

રાજકોટ : રાજકોટ - અમદાવાદ હાઇવે પર માલીયાસણ નજીક જય ગણેશ ઓટો મોબાઇલ્‍સ દ્વારા ભારતની અગ્રણી કંપની અશોક લેલેન્‍ડ સેલ્‍સ-સર્વિસ સ્‍પેર્સ ડીલરશીપનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. વિશાળ જગ્‍યામાં સ્‍થાપિત જય ગણેશ ઓટો મોબાઇલ્‍સના ઉદ્દઘાટન પ્રસંગે અશોક લેલેન્‍ડના નેશનલ હેડ શ્રી સુદીપ ઢાલીએ જણાવ્‍યું હતુ કે ગુજરાત હંમેશા અશોક લેલેન્‍ડ માટે એક મહત્‍વપૂર્ણ બજાર રહ્યુ છે. જય ગણેશ ઓટો મોબાઇલ્‍સ થકી આ નવી ડીલરશીપના પ્રારંભથી ગ્રાહકોને સેલ્‍સ-સર્વિસ સ્‍પેર્સની અધ્‍યતન સુવિધાઓ મળશે. અમે ગ્રાહક સેવા સંતોષના સ્‍તરને જાળવી રાખવા માટે પ્રતિબધ્‍ધ છીએ. આ પ્રસંગે જય ગણેશ ઓટો મોબાઇલ્‍સના એમડી શ્રી રજનીકાંત ડી. પટેલે જણાવ્‍યું હતુ કે અશોક લેલેન્‍ડ ગુજરાત અને આસ-પાસના વિસ્‍તારોમાં ટ્રાન્‍સપોર્ટના વ્‍યવસાયકારોમાં જાણીતું નામ છે. આ નવી ડીલરશીપથી અમને ગ્રાહકોની સેવા કરવાનું બળ મળ્‍યુ છે.આ અત્‍યાધુનિક ૩એસ ડીલરશીપ દ્વારા અશોક લેલેન્‍ડ કંપની લોકોની જરૂરિયાત પુરી કરશે. જય ગણેશ ઓટો મોબાઇલ્‍સ કંપની તેના હિતધારકોની સૌથી વિશ્વસનીય સપોર્ટ સીસ્‍ટમ માની એક છે. જય ગણેશ ઓટો મોબાઇલ્‍સના ઉદ્દઘાટન સાથે ગુજરાતમાં ટચ પોઇન્‍ટની સંખ્‍યા ૫૮મી થઇ છે. આ ઉદ્દઘાટન પ્રસંગે અશોક લેલેન્‍ડના શ્રી વિજય બોડાડે, શ્રી પ્રવીણ પુયાથ, શ્રી વૈભવ પાનસુરીયા, શ્રી અવી માથુર, શ્રી સોહમ હેબલેકર, શ્રી જયંત ભૂષણ, શ્રી રઘુવીરસિંહ સીસોદીયા અને ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન નરેશભાઇ પટેલ તેમજ જય ગણેશ ગ્રુપના શ્રી દેવજીભાઇ પટેલ, શ્રી અશોકભાઇ પટેલ, શ્રી પરેશભાઇ પટેલ, શ્રી ડો. જયેશભાઇ ડોબરીયા તેમજ સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી વિવિધ બેન્‍ક, ફાઇનાન્‍સ કંપની, કાર અને કોમર્શિયલ વ્‍હીકલ ડીલર અને બહોળી સંખ્‍યામાં ગ્રાહકો ઉપસ્‍થિત રહ્યા હતા

(11:52 AM IST)