તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
પત્રકારત્વમાં અનેરા યોગદાન બદલ વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત દ્વારા પાંચ પત્રકારોનું સન્માન : નારદ એવોર્ડ અર્પણ

અમદાવાદ, તા.૪: વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત દ્વારા ૧૮માં દેવર્ષિ બ નારદ પત્રકાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્ય ભાસ્કર ડિજિટલમાં સ્પેશિયલ લો કોરસ્પોન્ડન્ટ અંક મનોજ કે. કારીઆ, પીટીઆઈના પરાગ દવે, ઈલેક્ટ્રોનિક મીડિયાના ક્ષેત્રમાં ઝી ૨૪ કલાકના એડિટર દીક્ષિત સોની, રેડિયો પત્રકારત્વ માટે રેડિયો સિટીના આર જે પૂજા અને પત્રકારત્વમાં અનેરું યોગદાન આપનાર સંદેશના સુરતના નિવાસી તંત્રી કળષ્ણકાંત ઉનડકરનું દેવર્ષિ નારદ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમારોહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ જોશીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલ, વિશ્વ સંવાદ કેન્દ્રના મેનેજિંગ ટ્રસ્ટી વિજયભાઈ ઠાકરે, ટ્રસ્ટી પ્રદીપભાઈ જૈન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખ તેજસભાઈ પટેલ, ગુજરાત પ્રાંત સહ પ્રચાર પ્રમુખ જયમીનભાઈ ગજજર, એનઆઇએમસી-૧ના ડાયરેક્ટર શિરિષ કાશીકર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. (૯.૧૬)
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
