News of Wednesday, 4th June 2025
શોર્ટકટથી પૈસા કમાવવા ભારે પડ્યા : સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા બે અલગ અલગ ગુનામાં 99 લાખથી વધુની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીની ધરપકડ
ત્રણેય આરોપીઓએ મળીને લાખોની છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા બાદ છેતરપિંડી કરતા ફરિયાદીએ ફરિયાદ નોંધાવી

સુરત તા.૪ : સુરત સાયબર ક્રાઇમે બે અલગ અલગ ગુનામાં ત્રણ આરોપીને દબોચ્યા છે. આરોપીઓએ શેર બજારમાં IPOમાં ઇન્વેસ્ટ કરાવવાથી સારો નફો થશે તેવું કહીને 99 લાખ 50 હજારની છેતરપિંડી આચરી હતી. મૂળ ભાવનગરના અને સુરતના વરાછામાં રહેતા નાનજીભાઈ ઉર્ફે પ્રવીણ બારૈયા, મૂળ રાજસ્થાનના ચંદનસિંહ શિવસિંહ અને ગજેન્દ્રસિંહ રઘુનાથ સિંહની પોલીસે ધરપકડ કરી છે.
સુરત સાયબર ક્રાઇમના હાથે 3 એવા આરોપીઓ ઝડપાયા છે જે લોકોને શેરબજારમાં IPOમાં ઇન્વેસ્ટ કરવાથી સારો નફો મળશે તેવું કહીને અલગ અલગ ખાતાઓમાં પૈસા ઉઘરાવી રહ્યા હતા. આ ત્રણેય આરોપીઓએ મળીને રુપિયા 99 લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા બાદ છેતરપિંડી કરતા ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી.
સુરત સાયબર ક્રાઇમની ઝપેટમાં આવેલા ત્રણેય યુવકો 20થી 25 વર્ષના હોવાનું સામે આવ્યું છે. આ યુવકો શોર્ટકટથી પૈસા કમાવવા માગતા હતા. લોકોને શેરબજારમાં IPOમાં રોકાણ કરી સારુ વળતર મેળવવાની લાલચ આપતા હતા અને છેતરપિંડી કરી રહ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
