<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1500 રૂપિયા બોલાયો : જાણો 26 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 26 માર્કેટ યાર્ડમાં કુલ 861.46 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 26 માર્કેટ યાર્ડમાં કુલ 861.46 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1500 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં મગફળીનો ઉંચો ભાવ 1150 રુ. અને નીચો ભાવ 900 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 1421 રૂ., કાલાવડમાં 1415 રૂ., જામનગરમાં 1365 રુ., તલોદમાં 1344 રુ., ભાવનગરમાં 1341 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 861.46 ટન મગફળીની આવક થઇ છે.

(7:45 PM IST)