<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4342 રૂપિયા બોલાયો : જાણો 26 યાર્ડમાં શું રહ્યો ભાવ

ગુજરાતના 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 852.05 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 852.05 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4342 રૂપિયા બોલાયો છે. ઉઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3300 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4221 રૂ., હળવદમાં 3995 રૂ., ગોંડલમાં 3991 રૂ., માંડલમાં 3970 રૂ., જસદણમાં 3925 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 852.05 ટન આવક થઇ છે.

(8:02 PM IST)