News of Wednesday, 4th June 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1611 રૂપિયા બોલાયો : જાણો 24 યાર્ડમાં શું રહ્યો ભાવ
ગુજરાતના 24 માર્કેટ યાર્ડમાં કુલ 578.82 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 24 માર્કેટ યાર્ડમાં કુલ 578.82 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1611 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1572 રૂ. જ્યારે નીચો ભાવ 1250 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જસદણમાં 1605 રૂ., અમરેલીમાં 1582 રૂ., બાબરામાં 1571 રૂ., ભેસાણમાં 1550 રૂ., ગોંડલમાં 1536 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 578.82 ટન કપાસની આવક થઇ છે.


(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
