News of Wednesday, 4th June 2025
ભગવાન જગન્નાથની યાત્રાને લઇ તડામાર તૈયારી:અમદાવાદ શહેર સંકલન સમિતિની બેઠક :આવનારા તહેવારની સમિક્ષા
સાંસદ, ધારાસભ્યો, ઇમરાન ખેડાવાલા, શૈલેષ પરમાર , અમિત શાહ, અમિત ઠાકર , કૌશિક જૈન બેઠકમાં હાજર રહ્યા

અમદાવાદ :ભગવાન જગન્નાથની યાત્રાને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારી થઇ રહી છે.અમદાવાદ શહેર સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં અમદાવાદ શહેર સંકલન સમિતિની બેઠકનું આયોજન કરાયું છે. બેઠકમાં આગામી દિવસોમાં આવનારા તહેવારની સમિક્ષા કરાશે. અમદાવાદ શહેરના સાંસદ, ધારાસભ્યો, ઇમરાન ખેડાવાલા, શૈલેષ પરમાર , અમિત શાહ, અમિત ઠાકર , કૌશિક જૈન બેઠકમાં હાજર રહ્યા હતા.
રથયાત્રા અને બકરી ઇદ તહેવાર આવે છે. તે અનુસંધાને અમદાવાદ શહેર સંકલન સમિતિની બેઠક રાખવામાં આવી હતી.બંને તહેવારો શાંતિ પૂર્વક યોજાય તે માટે પોલીસ સાથે ધારાસભ્ય મળીને આ કાર્ય કરશે. પોલીસે બ્લુ પ્રિન્ટ અને ધારાસભ્યોએ પોતાના મંતવ્યો એક બીજા સામે મૂક્યા હતા. તહેવારોને લઇ અસામાજિક તત્વો કોઈ પ્રકારનું અસામાજિક કાર્ય ન કરે તે માટે આ મિટિંગ યોજાઈ હતી. બકરી ઇદ તહેવાર નિમિતે મુસ્લિમ સમાજના લોકો શાંતિ પૂર્વક આ તહેવાર ઉજવે છે. કોઈ સંસ્થા દ્વારા પોલીસને ગેરમાર્ગે દોરવામાં ન આવે તે માટેની વાત કરવામાં આવી રહી છે. આગામી તહેવારોને લઇ પોલીસે લોકોમાં ભરોસો બેસાડ્યો છે.
પોલીસ કમિશનર શાંતિ સુરક્ષા માટે બીજી વખત મીટિંગ કરવામાં આવી છે. પોલીસે અકસ્માતના 88 બ્લેક સ્પોર્ટ શોધ્યા છે. ગ્રાન્ટમાંથી અમદાવાદ શહેરમાં વધુ CCTV લાગવામાં માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રા અને બકરી ઇદ સારી રીતે ઉજવણી થાય તે માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
