<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

રાજપીપળા હરસિદ્ધિ મંદિર સામેના રાધાસ્વામી કોમ્પલેક્ષ પર મોબાઈલ ટાવર લગાડતા વિરોધ

કોમ્પલેક્ષના ઓફિસ ધરાવતા એડવોકેટ પ્રતીક પટેલ અને આર.એસ.કમ્પાઉન્ડના રહીશોએ વાંધા અરજી આપી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિર સામે આવેલા રાધાસ્વામી કોમ્પલેક્ષમાં મોબાઇલ ટાવર લગાડવાની કામગીરી હાથ ધરતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે
    મળતી માહિતી અનુસાર રાજપીપળાના હરસિદ્ધિ મંદિર સામે આવેલા રાધાસ્વામી કોમ્પલેક્ષના પહેલા માળે ઓફિસ ધરાવતા એડવોકેટ પ્રતીક એ. પટેલ કલેક્ટર અને પાલિકાના મુખ્ય અધિકારીને કરેલી વાંધા અરજીમાં જણાવ્યા મુજબ તેઓ બીએસએનએલ કંપનીના મોબાઇલ ટાવરના સ્થાપનનો વિરોધ કરે છે, છેલ્લા કેટલાક દિવસોથી BSNL કંપનીએ રાજપીપળાના હરસિદ્ધિ મંદિર સામે, આર.એસ. કમ્પાઉન્ડ પાસે, રાધા સ્વામી કોમ્પ્લેક્સની ટોચની છત પર તેમની કંપનીનો મોબાઇલ ટાવર સ્થાપિત કરવાનું કામ શરૂ કર્યું છે. આર.એસ. કમ્પાઉન્ડમાં રહેતા લોકોએ એપ્રિલ 2025 માં રાજપીપળા નગર પાલિકા અને મુખ્યમંત્રી, ગુજરાત, ગાંધીનગર, કલેક્ટર, નર્મદા તેમજ મુખ્ય અધિકારીને મોબાઇલ ટાવર સ્થાપિત કરવા અંગે અરજી આપી છે.
આ ટાવર મનુષ્યો માટે ખૂબ જ હાનિકારક છે અને મોબના કિરણોત્સર્ગથી મનુષ્યોને કેન્સર અને બીજી ઘણી બીમારીઓ થાય છે. જોકે આ બાબતે ત્યાં આર.એસ. કમ્પાઉન્ડના રહીશોએ પણ વાંધા અરજી આપી વિરોધ કર્યો છે.


 

(10:41 PM IST)